News Continuous Bureau | Mumbai
Assam: ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં ગુરુવારે 210 કરોડ રૂપિયાના માદક દ્રવ્યોની રિકવરીનો ( Drug recovery ) મામલો સામે આવ્યો છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા, આસામ પ્રશાસને ગુરુવારે કચર જિલ્લામાંથી 210 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. રાજ્યના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ રિકવરી હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
#WATCH | Assam: 21kg of heroin was seized in Silchar in a joint operation by STF Assam & Cachar Police. One person has been arrested and an investigation is underway to crack the supply grid. https://t.co/hAItsXKToJ pic.twitter.com/JofBzGA3Xx
— ANI (@ANI) April 5, 2024
તેમજ આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે. આ અંગે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ( Himanta Biswa Sarma ) પોતાના એક્સ હેન્ડલ પર માહિતી આપતા આસામ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને લઈને રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે.
₹𝟐𝟏𝟎𝐜𝐫- 𝐀𝐒𝐒𝐀𝐌’𝐒 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐕𝐄𝐑 𝐃𝐑𝐔𝐆𝐒 𝐇𝐀𝐔𝐋💉💊
In a big step towards a #DrugsFreeAssam, 21kg of heroin has been seized in Silchar in a joint operation by @STFAssam & @cacharpolice.
One person has been arrested and investigation is underway to crack… pic.twitter.com/TKVmhkSvRp
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) April 4, 2024
આ સમાચાર પણ વાંચો : Congress Manifesto: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પડતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર નિશાન સાધ્યું, આપ્યું આ નિવેદન..
ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી..
આ સંયુક્ત ઓપરેશનનું પ્રતિનિધિત્વ આસામ STFના ( Assam STF ) IGP અને કચર પોલીસના SP દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુપ્ત માહિતીના આધારે, ગુરુવારે, STF ટીમે સૈયદપુર નજીક વાહન MZ-01-7204ની તપાસ કરી હતી, જે દરમિયાન ટીમને શુદ્ધ (પ્રોસેસ ન થયેલ) સ્વરૂપમાં 21 કિલો હેરોઈન ( Heroin ) જપ્ત કર્યું. આ હિરોઈન અહીંથી બે મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવતુ હતું એવી હાલ પોલીસને આશંકા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)