News Continuous Bureau | Mumbai
Animal: એનિમલ એ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તાજેતરમાં જ આ ફિલ્મ ની તમિલ રીમેક ને લઈને સમાચાર સામે આવ્યા હતા. જેને લઈને એક ઇવેન્ટ દરમિયાન ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા ને પૂછવામાં આવ્યું કે તે ‘એનિમલ’ના સંભવિત તમિલ વર્ઝન માટે કોને કાસ્ટ કરશે.
આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે માઠા સમાચાર, ટપ્પુ સેના ના આ સભ્ય એ અચાનક શો ને કહ્યું અલવિદા
એનિમલ ના તમિલ રીમેક માં આ સ્ટાર ને કાસ્ટ કરવા માંગે છે સંદીપ
એક ઇવેન્ટ દરમિયાન સંદીપ રેડ્ડી વાંગા ને પૂછવામાં આવ્યું કે શું તમે અલ્લુ અર્જુન, પ્રભાસ કે સુપરસ્ટાર વિજય ને એનિમલ ના તમિલ રીમેક માં લેવા માટે વિચારી રહ્યા છો? સંદીપ રેડ્ડી વાંગા એ કહ્યું તમિલ રિમેક માટે તેમને સાઉથ એક્ટર સુર્યાનું નામ યોગ્ય લાગ્યું.