રવિવારે સલમાન ખાનના ઘરે બે અજાણ્યા લોકો ગોળીબાર કરીને ભાગી ગયા હતા. હાલ મુંબઈ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. 

સલમાન ખાનને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જ્યારથી સલમાન ખાને ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કર્યો ત્યારથી આ મામલો શરૂ થયો હતો. 

સલમાન ખાન પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ હતો. આ દરમિયાન તબ્બુ, સોનાલી બિન્દ્રે અને સૈફ અલી ખાન જેવા સ્ટાર્સ પણ ત્યાં હતા.

સલમાન ખાન દ્વારા કરવામાં આવેલો કાળા હરણનો શિકાર બિશ્નોઈ સમુદાયના લોકોને પસંદ આવ્યો ન હતો. 

લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે કાળિયાર બિશ્નોઈ સમુદાય માટે પૂજનીય છે. અને તેની સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે 

કાળિયાર શિકાર બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આટલું જ નહીં તેણે સલમાન સામે એક માંગ પણ મૂકી હતી

લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે જો સલમાન ત્યાં મંદિરમાં આવીને બધાની સામે માફી માંગે તો સલમાન ખાનને ધમકીઓ મળવાનું બંધ થઈ જશે 

પરંતુ જો સલમાન ખાન આવું નહીં કરી તો પરિણામ ખરાબ આવશે. સાથે જ સલમાન ખાનનું કહેવું છે કે તે કોઈપણ ધમકીથી ડરતો નથી. તે માને છે કે તેણે કોઈ ભૂલ કરી નથી અને તેથી તે કોઈ માફી માંગશે નહીં. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow