News Continuous Bureau | Mumbai
Nestle controversy: મેગીમાં સીસું હોવાના ધબડકા પછી નેસ્લે ઇન્ડિયા ( Nestle India ) માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે નેસ્લે ભારતમાં વેચી રહેલી બાળકોની ખાદ્ય પદાર્થની પ્રોડક્ટમાં પ્રત્યેક પેકેટ દીઠ ત્રણ ગ્રામ વધુ સાકર ( Sugar ) ઉમેરી રહી છે. ઉલ્લેખનીય છે કે નેસ્લે કંપની દ્વારા યુરોપમાં વહેંચાઈ રહેલા બાળકોના ખાદ્ય પદાર્થમાં ( Baby Food ) સાકર એટલે કે સુગર હોતી નથી. હવે એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે નેસ્લે ભારતમાં પોતાની પ્રોડક્ટમાં સાકર ઉમેરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Pratham EPC: પ્રથમ EPC કંપનીમાં આ કારણે માત્ર પાંચ દિવસમાં શેરમાં 59% નો વધારો, શેરમાં જોરદાર ઉછાળો.
Nestle controversy: બાળકોની પ્રોડક્ટમાં ( Food product ) સાકર ઉમેરવા મામલે ભારત સરકાર દ્વારા મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે સરકાર હવે આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 માં નેસ્લે કંપનીની મેગી માંથી સીસુ મળતા અબજો રૂપિયા ની મેગી નષ્ટ કરવી પડી હતી. ત્યારે હવો વિવાદ પેદા થયો છે.