News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર અત્યાચાર થઈ રહ્યો છે તેવા આરોગોની વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) એક ચોંકાવનારો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પોતાના આ રોગમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવવા માટે એક રીઢા ગુનેગાર જેવો રસ્તો અપનાવી રહ્યા છે. ઇડીએ કહ્યું કે કેજરીવાલ જેલમાં પુરી બટાકાનું શાક અને કેરી ખાય છે કારણ કે તેમને ડાયાબિટીસની ( diabetes ) તકલીફ છે. જો તેઓ આ વસ્તુનું સેવન સતત કરતા રહે તો તેમનું વજન વધશે અને તેમની સુગર પણ વધશે. આ પરિસ્થિતિમાં તેઓ પોતાના મેડિકલ રિપોર્ટ ( Medical report ) કોર્ટ સામે પ્રસ્તુત કરીને મેડિકલ લીવ લઈ શકે છે અને હોસ્પિટલ ભેગા પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, અમદાવાદથી પાછળ મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ.. જાણો શું છે કારણ..
બીજી તરફ અરવિંદ કેજરીવાલના વકીલ એ કોટવા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ( Enforcement Directorate ) આ આરોગો મીડિયા માટે મસાલો મળે તે હેતુથી લગાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ 23 એપ્રિલ સુધી જેલમાં રહેવાના છે.