મીડિયા રિપોર્ટ મુજબ કપિલ શર્મા ભારત નો સૌથી ધનિક ટીવી સ્ટાર છે. કોમેડિયન કપિલ શર્મા શોના એપિસોડ દીઠ રૂ. 50 લાખનો ચાર્જ લેતો હતો.

કપિલ બાદ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ટીવી ની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી છે રૂપાલી અનુપમા માટે પ્રતિ એપિસોડ 3 લાખ ચાર્જ કરે છે. 

કરણ કુન્દ્રા પણ ટીવીનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તેણે 'તેરે ઈશ્ક મેં ઘાયલ'ના એપિસોડ દીઠ 3 લાખ રૂપિયા કમાવ્યા હોવાના અહેવાલ છે.  

મીડિયા રિપોર્ટ મુજબ હર્ષદ ચોપરા એ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે પ્રિ એપિસોડ 3 લાખ રૂપિયા ચાર્જ કર્યો હતો. 

બિગ બોસ 15 ની વિનર તેજસ્વી પ્રકાશે પણ નાગિન 6 માટે પ્રતિ એપિસોડ 2 લાખ રૂપિયા ચાર્જ કર્યો હતો.  

દિવ્યાંકા ત્રિપાઠી ને નચ બલિયે 8 માટે પ્રતિ એપિસોડ 1.50 થી 2 લાખ રૂપિયા મળતા હતા. 

મીડિયા રિપોર્ટ મુજબ તારક મહેતા માં જેઠાલાલ નું પાત્ર ભજવવા માટે મેકર્સ દિલીપ જોશી ને પ્રતિ એપિસોડ 1.50 લાખ ચૂકવે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ બેપનાહ અને બેહદ ફેમ અભિનેત્રી જેનિફર વિંગેટ ને પ્રતિ એપિસોડ 1.50 લાખ ફી પેટે મળતા હતા 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow