News Continuous Bureau | Mumbai
Madhya Pradesh : મધ્યપ્રદેશના ગુનામાંથી એક ચોંકવનારો મામલો હાલ પ્રકાશમાં આવ્યો હતો. ગુનામાં, પાડોશીએ 23 વર્ષની યુવતી પર એક મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો અને નિર્દયતાથી તેને ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં તેને બંધક બનાવીને માર પણ મારવામાં આવ્યો હતો. આરોપીએ યુવતીના મોઢામાં લાલ મરચાનો ( chilli powder ) પાવડર પણ નાખ્યો હતો અને તે ચીસો ન પાડી શકે તે માટે તેના હોઠને ફેવિક્વિકથી ચોંટાડી દેવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, યુવતી તેની માતા સાથે ગુનાની સીમમાં આવેલા એક ગામની રહેવાસી હતી. મિડીયાના અહેવાલ મુજબ, પીડિતાએ જણાવ્યું કે આરોપી અયાન પઠાણ તેની સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો અને યુવતીની પૈતૃક સંપત્તિના કાગળો પર બળજબરીથી તેના હસ્તાક્ષર કરાવવા માંગતો હતો. હસ્તાક્ષર કરાવ્યા બાદ સંપત્તિને આરોપી અયાન પઠાણ ( Ayan Pathan ) પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માંગતો હતો.
Madhya Pradesh : પીડિતાની હાલત જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી
મિડીયાના અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, પીડિતાએ કહ્યું કે, એક મહિના પહેલા આરોપી અયાન પઠાણ તેને બળજબરીથી ખેંચીને તેના ઘરમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. તેને બહાર જવાની કે કોઈની સાથે વાત કરવાની છૂટ પણ આપી નહોતી. મંગળવારે રાત્રે, એક મહિના સુધી નિર્દય ત્રાસ પછી, યુવતી કોઈક રીતે તે જગ્યાએથી ભાગવામાં સફળ રહી હતી અને સવારે છાવણી પોલીસ સ્ટેશનમાં દોડી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Love Jihad: લવ જેહાદને કારણે દીકરીની હત્યા કરાઈ, કર્ણાટક કોંગ્રેસના કોર્પોરેટરે પણ દાવો કર્યો.. જુઓ વિડીયો..
પીડિતાની હાલત જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેના હોઠ ફેવિક્વિકથી ( Feviquick ) ચોંટાડી દેવામાં આવ્યા હતા. તેમજ યુવતીની આંખો સૂજી ગઈ હતી અને તેના આખા શરીર પર ઉઝરડા હતા. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું, તેની સામે બળાત્કાર ( Rape ) સહિત અનેક કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે.