Arti singh wedding: કડવાહટ ભૂલી ભાણી આરતી સિંહ ના લગ્ન માં આશીર્વાદ આપવા પહોંચ્યો ગોવિંદા, ચીચી ઘર ના આ સભ્ય એ પણ આપી હાજરી

Arti singh wedding:ટીવી અભિનેત્રી આરતી સિંહ એ ગોવિંદા ની ભાણી છે. આરતી સિંહ એ દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે હવે ભાણી આરતી સિંહ ને આશીર્વાદ આપવા ગોવિંદા તેના લગ્ન માં પહોંચ્યો વિડીયો વાયરલ .થઇ રહ્યો છે.

by Zalak Parikh
Govinda and his son yashvardhan spotted at arti singh wedding venue

News Continuous Bureau | Mumbai

Arti singh wedding: ટીવી અભિનેત્રી અને કૃષ્ણા અભિષેક ની બહેન આરતી સિંહ લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે. આરતી સિંહ એ મુંબઈ ના ઇસ્કોન મંદિર માં લગ્ન કર્યા  હતા.આ લગ્ન માં આરતી ના પરિવાર ના સભ્યો અને મિત્રો એ હાજરી આપી હતી. મામા ગોવિંદા એ આ લગ્ન માં હાજરી આપી ને બધા ને ચોંકાવી દીધા હતા. જી હા છેલ્લા કેટલાક સમય થી કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે વિવાદ ચાલતો હતો તેથી લોકો ને અપેક્ષા નહોતી કે ગોવિંદા આ લગ્ન માં હાજરી આપશે. પરંતુ લોકો ની આ અપેક્ષા પર પાણી ફરી વળ્યું અને નવાઈ ની વાત તો એ છે કે ગોવિંદા એ એકલા એ નહીં પરંતુ તેના દીકરા યશવર્ધન એ પણ આરતી ના લગ્ન માં હાજરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો: Madhuri and Karisma: ડાન્સ દીવાને ના મંચ પર લગાવી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે આગ, દિલ તો પાગલ હૈ ના ગીત પર બંને એ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

 

આરતી સિંહ ના લગ્ન માં પહોંચ્યો ગોવિંદા 

બંને પરિવાર વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે ગોવિંદા તેની ભાણી આરતી સિંહ ના લગ્ન માં પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, ગોવિંદા નેવી બ્લ્યુ વેલ્વેટ રંગ ના કોટ માં લગ્ન સ્થળ પર એન્ટ્રી કરી રહ્યો છે. આ દરમિયાન તેને પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા નહોતા પરંતુ ગોવિંદા ના ચહેરા પર ખુશી જોવા મળી હતી. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તમને જાણી ને નવાઈ લાગશે કે આ લગ્ન માં માત્ર ગોવિંદા જ નહીં પરંતુ તેના દીકરા યશવર્ધન એ પણ હાજરી આપી હતી. આ લગ્ન માં યશવર્ધન ઓફ વ્હાઈટ શેરવાનીમાં જોવા મળ્યો હતો. તેની સાથે અભિનેતા રાજપાલ યાદવ પણ જોવા મળ્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Social JH (@social_justout_hearsay)


ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચેના પારિવારિક વિવાદે બંને પરિવારોના સંબંધો બગાડી દીધા હતા. પરંતુ બાળકો વચ્ચેનો સંબંધ પહેલા જેવો જ છે. જોકે ગોવિંદા ની પત્ની સુનિતા અને તેની દીકરી એ આરતી ના લગ્ન માં હાજરી નહોતી આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More