News Continuous Bureau | Mumbai
Lok Sabha Election : અમદાવાદ જિલ્લાના ખર્ચ મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ હેઠળ હરીફ ઉમેદવારના ચૂંટણી ખર્ચ ( Election expense ) રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે.
અમદાવાદ ( Ahmedabad ) લોકસભાની બે બેઠકો પૈકી ૦૭-અમદાવાદ પૂર્વના કુલ-૧૮ ઉમેદવારોની ચૂંટણી ખર્ચના હિસાબોની તા.૨૫/૦૪/૨૦૨૪ના રોજ જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી ૧૩ ઉમેદવારો તપાસણીમાં હાજર રહેલા તેમજ કુલ-૦૫ ઉમેદવારો ( Lok Sabha candidates ) તપાસણીમાં ગેરહાજર રહેલા, જેમને ધોરણસરની નોટિસ આપી તેમના ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરાવવા જણાવેલ છે
આ સમાચાર પણ વાંચો : Stock Market crash: શેરબજારની તેજી પર લાગી બ્રેક, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન; આ શેરમાં બોલાયો સૌથી મોટો ઘટાડો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed