News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections: લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતગર્ત અમદાવાદ ( Ahmedabad ) શહેર અને જિલ્લામાં ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી કચેરી ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેડ એફ.એમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

100 drones in the skies of Ahmedabad sent a voting awareness message

100 drones in the skies of Ahmedabad sent a voting awareness message

100 drones in the skies of Ahmedabad sent a voting awareness message
આ ડ્રોન શોમાં ( Drone Show ) ૧૦૦ જેટલા ડ્રોન થકી મતદાન જાગૃતિને ( Voting awareness ) લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા. આ સાથે મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ કવિ અને કવિયત્રીઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતાં કાવ્યો રજૂ કરી મતદાનનો સંદેશ અપાયો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેંજરસના ખેલાડીઓએ દ્વારા લોકો વધુમાં વધું મતદાન ( Voting ) કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

100 drones in the skies of Ahmedabad sent a voting awareness message

100 drones in the skies of Ahmedabad sent a voting awareness message
આ સમાચાર પણ વાંચો : Mumbai Crime: ભાડુંપમાં રાત્રે પોલીસની નાકાબંધીમાં 3 કરોડ રૂપિયાની રોકડ પકડી, ડ્રાઈવર અને ગાર્ડની તપાસ શરુ.. જાણો વિગતે..

100 drones in the skies of Ahmedabad sent a voting awareness message
આ અવસરે સંયુક્ત નિર્વાચન અધિકારી શ્રી પી.ડી. પલસાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશરશ્રી સી.એમ ત્રિવેદી, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબેન ગુપ્તા તેમજ રેડ એફ.એમના આરજે દેવકી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.