News Continuous Bureau | Mumbai
Prajwal Revanna: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે એક સેક્સ સ્કેન્ડલે ( sex scandal ) સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના હાલ વિવાદમાં ફસાયા છે. પ્રજ્વલ રેવન્નાના કેટલાક આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. આ બધા અશ્વીલ વિડીયો છે. આ વીડિયોના કારણે હાલ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. આ વીડિયોમાં પ્રજ્વલ કથિત રીતે જોવા મળી રહ્યો છે. જનતા દળ સેક્યુલર સાંસદ પ્રજ્વલ રેવન્ના પર આ વીડિયો દ્વારા મહિલાઓને બ્લેકમેલ કરવાનો અને શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.
આ તમામ અશ્લીલ વીડિયો 24 એપ્રિલના રોજ વાયરલ થયા હતા. કર્ણાટકમાં ( Karnataka ) 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયું હતું. તેના બે દિવસ પહેલા જ આ વીડિયો વાયરલ કરીને JDS મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. 47 વર્ષની એક મહિલાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આ મહિલા બીજું કોઈ નહીં પણ રેવન્નાના ઘરમાં કામ કરતી તેની નોકરાણી છે. મહિલાએ માત્ર પ્રજ્વલ રેવન્ના પર જ નહીં પરંતુ પ્રજ્વલના પિતા અને હોલેનરાસીપુરના ધારાસભ્ય એચડી રેવન્ના ( HD Revanna ) પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
Prajwal Revanna: મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી…
મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમાં ખૂબ જ ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ નોકરાણીએ કહ્યું હતું કે, કામ શરૂ કર્યાના ચાર મહિના પછી રેવન્નાએ તેને પોતાના રૂમમાં બોલાવી હતી. ઘરમાં કુલ છ મહિલા કર્મચારીઓ હતી. તેથી પ્રજ્વલ રેવન્ના જ્યારે પણ ઘરે આવે છે. ત્યારે આ મહિલા કર્મચારીઓ ( Women employees ) ખૂબ જ ડરી જાય છે. મહિલાઓનું કહેવું છે કે ઘરના પુરૂષ સ્ટાફે પણ મહિલા સ્ટાફને પ્રજ્વલથી સાવચેત રહેવાની સલાહ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Gold Silver Rate Today: સારા સમાચાર… અક્ષય તૃતીયા પહેલા સોના અને ચાંદી સસ્તું થયું.. ખરીદતા પહેલા જાણો શું છે ભાવ…
તેમજ એચડી રેવન્નાની પત્ની જ્યારે ઘરની બહાર જતી હતી. ત્યાર પછી તે ઘરની મહિલા કર્મચારીઓને સ્ટોર રૂમમાં બોલાવીને તેમને ખોટી રીતે સ્પર્શ કરતો હતો. તેમને પોતાની વાસનાનો ભોગ બનાવતો હતો. તો પ્રજ્વલ રેવન્ના નોકરાણીની પુત્રીને વીડીયો કરતો હતો અને તેની સાથે ગંદી વાતો કરતો હતો.
ઉલ્લેખનીય છે કે, બીજેપી નેતા દેવરાજ ગૌડાએ ( Devraj Gowda ) 8 ડિસેમ્બર 2023ના રોજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રને આ અંગે એક પત્ર લખ્યો હતો. તેઓ 2023ની વિધાનસભા ચૂંટણીમાં હોલેનરસીપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.
Prajwal Revanna: રેવન્ના રવિવારે બેંગલુરુથી જર્મનીના ફ્રેન્કફર્ટ જવા રવાના થઈ ગયો હતો…
દેવરાજે પોતાના પત્રમાં કહ્યું હતું કે, પ્રજ્વલ રેવન્ના સહિત એચડી દેવગૌડા ( HD Deve Gowda ) પરિવારના ઘણા નેતાઓ પર ગંભીર આરોપો છે અને અમે જેડી(એસ) સાથે ગઠબંધનમાં છીએ. દેવરાજે ગૌડાએ કહ્યું કે પેન ડ્રાઇવમાં કુલ 2,976 વીડિયો છે અને ફૂટેજમાં દેખાતી કેટલીક મહિલાઓ સરકારી અધિકારીઓ છે. આ વીડિયોનો ઉપયોગ તેમને બ્લેકમેલ કરવા માટે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
બીજેપી ( BJP ) નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે આ વીડિયો અને ફોટોગ્રાફ્સ ધરાવતી બીજી પેન ડ્રાઈવ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુધી પણ પહોંચી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, જો અમે JD(S) સાથે ગઠબંધન કરીએ અને લોકસભા ચૂંટણી માટે હાસન સીટ પરથી JD(S) ઉમેદવારને ઉભા કરીએ તો આ વીડિયોનો ઉપયોગ વિપક્ષ ‘બ્રહ્માસ્ત્ર’ (વિનાશક હથિયાર) તરીકે કરી શકે છે અને આપણે આવા બળાત્કારીના આરોપીના પરિવાર સાથે જોડાણ કરનાર પક્ષ તરીકે કલંકિત થઈ શકીયે છીએ. દેવરાજે ગૌડાએ પોતાના પત્રમાં કહ્યું કે, આ રાષ્ટ્રીય સ્તરે આપણી પાર્ટીની છબીને મોટો ફટકો પડશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai crime : મુંબઈમાં લવ જેહાદ!? નિઝામે પૂનમની હત્યા કરી, તેના શરીરના ટુકડા સૂટકેસમાં ભરી ફેંકી દીધા, પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એ પીડિત પરિવાર સાથે કરી મુલાકાત..
દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, રેવન્ના રવિવારે બેંગલુરુથી જર્મનીના ફ્રેન્કફર્ટ જવા રવાના થઈ ગયો હતો. દરમિયાન, રેવન્નાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો કે આ તેમની વિરોધ એક કાવતરું છે. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, જે વીડિયો વાયરલ થયા છે તે ચાર-પાંચ વર્ષ પહેલાના છે. જો કે, આ વીડિયોમાં છેડછાડ કરવામાં આવ્યું હોવાનું પણ દાવો કરવામાં આવ્યો હતો.