Lok sabha Elections 2024 : ઉત્તર મુંબઈ મતવિસ્તારમાંથી પીયૂષ ગોયલએ નોંધાવી ઉમેદવારી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત..

Lok sabha Elections 2024 : ઉમેદવારી પત્રો ભરતી વખતે, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, સાં.ગોપાલ શેટ્ટી, ઉત્તર મુંબઈના ભાજપના ચૂંટણી અધિકારી ધારાસભ્ય યોગેશ સાગર, ભાજપના જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર અને ઘણા પ્રતિષ્ઠિત ધારાસભ્યો હાજર હતા.

by kalpana Verat
Lok Sabha Elections 2024 Union minister Piyush Goyal files nomination from Mumbai North LS seat

News Continuous Bureau | Mumbai 

Lok sabha Elections 2024 : ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તાર ( Mumbai North LS seat ) ના ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પીયૂષ ગોયલે આજે બોરીવલી (પૂર્વ)માં પ્રસિદ્ધ શ્રી પુષ્ટિપતિ ગણેશના દર્શન કર્યા બાદ બાંદ્રા કલેક્ટર ઑફિસમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. આ પ્રસંગે તેમની સાથે દિગ્ગજ નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, સાં.ગોપાલ શેટ્ટી અને મુંબઈ ભાજપ અધ્યક્ષ એડ. આશિષ શેલાર પણ હાજર હતા.

Lok sabha Elections 2024વિવિધ પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર

  છેલ્લા એક મહિનાથી પોતાના મતવિસ્તારમાં ધમધમતો પ્રચાર કરી રહેલા પીયૂષ ગોયલ તેમની પત્ની સીમા સાથે નેન્સી કોલોનીમાં આવેલા શ્રી પુષ્ટિપતિ ગણેશ મંદિરની મુલાકાત લીધી હતી, અને શ્રી ગણેશ મૂર્તિનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે ગોયલ દંપતીએ પદયાત્રામાં હજારો કાર્યકર્તા સાથે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.  તેમની સાથે ભાજપ અને મહાયુતિ, શિવસેના (બાળાસાહેબ ઠાકરે જૂથ), અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ, MNS અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા જેવા વિવિધ પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર હતા.

આ સમાચાર પણ વાંચો : Piyush Goyal Fake News : ફેક ન્યૂઝનો શિકાર બન્યા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મીડિયામાં વહેતા થયા આવા સમાચાર; બદનામ કરવાનો પ્રયાસ!

Lok sabha Elections 2024બાંદ્રા કલેક્ટર કચેરી સ્થિત ચૂંટણી કાર્યાલય નોંધાવી ઉમેદવારી

  ત્યાંથી પીયૂષ ગોયલ હજારો કાર્યકરો સાથે “અબકી બાર ચારસો પાર” અને “ફીર એક બાર મોદી સરકાર” ની ગગન ભેદી ઘોષણા કરી હતી. ત્યારબાદ બાદ બાંદ્રા કલેક્ટર કચેરી સ્થિત ચૂંટણી કાર્યાલય માટે રવાના થયા હતા. ઉમેદવારી પત્રો ભરતી ( Piyush Goyal files  nomination )  વખતે, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ( Lok Sabha Speaker Shri Om Birla ) , મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, સાં.ગોપાલ શેટ્ટી, ઉત્તર મુંબઈના ભાજપના ચૂંટણી અધિકારી ધારાસભ્ય યોગેશ સાગર, ભાજપના જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર અને ઘણા પ્રતિષ્ઠિત ધારાસભ્યો હાજર હતા.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મહાયુતિ દ્વારા કરવામાં આવેલા કામ અને કેન્દ્રમાં ભાજપ સરકારે છેલ્લા દસ વર્ષમાં કરેલા કામને મતદારો સ્વીકારશે.

જનતાનો પ્રેમ અને આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. દેશમાં ચાલી રહેલી વિકાસ યાત્રા ચાલુ રહેશે તેમ કહેતા પીયૂષ ગોયલે કહ્યું કે અમે ઉત્તર મુંબઈને શ્રેષ્ઠ મુંબઈ બનાવીશું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, શિક્ષણ, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં વિકાસના કામો કરીશું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like