News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 : ઉત્તર મુંબઈથી ( Mumbai North Lok Sabha constituency ) કોંગ્રેસ પાર્ટી એ કોઈ સીને સ્ટાર, ચર્ચિત ચહેરો કે પછી મોટા માથાને ચૂંટણીમાં ઉતારવાના ભરપૂર પ્રયત્ન કર્યા. પરંતુ આ સીટનું લફડું છેલ્લે સુધી અટકેલું રહ્યું. કોંગ્રેસ પાર્ટી એ શિવસેના અને ઓફર આપી હતી કે તેઓ આ સીટ લઈ લે અને બદલીમાં સતારા કે અન્ય સીટ આપે. પરંતુ વાત કંઈ ફાઇનલ થઈ શકી નહીં.
Lok Sabha Elections 2024 :ઉત્તર મુંબઈથી ભૂષણ પાટીલ ઉમેદવાર.
ભૂષણ પાટીલ ( Congress candidate Bhushan Patil ) એ ઉત્તર મુંબઈનો સ્થાન્ય નિવાસી છે. આથી અગાઉ કે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. જોકે તેમાં તેને સફળતા મળી નહોતી. વ્યવસાયિક રીતે ડેવલપર અને કોંગ્રેસ પાર્ટીનો સજ્જડ સમર્થક એવો ભૂષણ પાટીલ હવે પીયુષ ગોયલ ને ટક્કર આપશે.
Lok Sabha Elections 2024 : ભૂષણ પાટીલના જીતવાના ચાન્સ કેટલા?
ઉત્તર મુંબઈમાં ભૂષણ પાટીલ બોરીવલી મતવિસ્તારમાં મરાઠી વિસ્તારમાં થોડું ઘણું પ્રભુ પ્રભુત્વ ધરાવે છે. આ સિવાય માલવણી વિસ્તારમાં અસલમ શેખ કદાચ તેને મદદ કરે. તદુપરાંત કોંગ્રેસના જુના જોગીઓ તેની સાથે ઉભા રહેવાનો પ્રયત્ન કરશે. ભૂષણ પાટીલ પોતાની પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને શક્ય છે કે મોટા માથાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવે. જોકે આ બધું કર્યા પછી પણ ભૂષણ પાટીલ માટે કપરા ચઢાણ છે.
આ સમાચાર પણ વાંચો : Lok sabha Elections 2024 : ઉત્તર મુંબઈ મતવિસ્તારમાંથી પીયૂષ ગોયલએ નોંધાવી ઉમેદવારી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત..
Lok Sabha Elections 2024 :હાલ ભૂષણ પાટીલ અને પિયુષ ગોયલ ક્યાં સુધી પહોંચ્યા છે.
પિયુષ ગોયલ ( BJP Candidate Piyush Goyal ) ની ચૂંટણી ની ટિકિટ પહેલા જ જાહેર થઈ ગઈ આ ઉપરાંત ઉત્તર મુંબઈમાં તે અનેક ઠેકાણે પ્રચાર કરી રહ્યા છે. તેમનો રોડ છો અને મહા રહેલી પણ થઈ ગઈ છે અને મીડિયા કેમ્પેન પણ ચાલુ છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી થી કાલુ બુધેલીયા ટિકિટ માંગી રહ્યા હતા. પરંતુ તેમને ટિકિટ ન મળી. હવે કોંગ્રેસ પાર્ટીની અંદર અસંતોષ છે અને પ્રચારમાં પાછળ પણ છે.