Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈમાં ઉદ્ધવ શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદે શિવસેના. બે શિવ સૈનિક ટકરાશે

Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈનો પેચ પણ હવે ખુલી ગયો છે. આ સીટ શિવસેના એકનાથ શિંદે જૂથને ગઈ છે. અહીં યામીની જાધવ ચૂંટણી લડશે.

by kalpana Verat
Lok Sabha Elections 2024 Shiv Sena-Eknath Shinde fields Yamini Jadhav from Mumbai South constituency for Lok Sabha polls

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections 2024 : મુંબઈ શહેરની વધુ એક સીટ સંદર્ભે મામલો સ્પષ્ટ થયો છે. અહીં દક્ષિણ મુંબઈની સીટ  ( Mumbai South Lok Sabha constituency )પર શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે. શિવસેના પાર્ટીએ યશવંત જાદવની ધર્મપત્ની યામિની જાધવને ટિકિટ આપી છે.

યામીની જાધવ કોણ છે? 

યામીની જાધવ એક કટ્ટર શિવસૈનિક ( shiv sainik Yamini Jadhav ) છે. તે એરફોર્સમેન્ટ ડિરેક્ટરેટના લફડામાં ફસાઈ હતી ત્યારબાદ તેણે ભારતીય જનતા પાર્ટીની વોશિંગ મશીન નો સહારો લીધો અને હવે તે ચૂંટણી લડી રહી છે. યામીની જાધવ કોર્પોરેટર રહી ચૂકી છે. તેમજ મુંબઈના ભાઈખલા વિસ્તારમાં તેની સારી એવી વગ છે. 

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : પિયુષ ગોયલ સામે કોંગ્રેસનો મુરતીયો ફાઈનલ થયો, ભૂષણ પાટીલ લડશે ચૂંટણી.

યામીની જાદવ કોની સામે ચૂંટણી લડશે 

યામીની જાધવ પોતાના એક સમયના સહકારી અને વરિષ્ઠ એવા અરવિંદ સાવંત સામે ચૂંટણી લડશે. અરવિંદ સાવન સાંસદ સભ્ય તરીકે વધુ એક વખત ઉદ્ધવ ઠાકરે સાથે રહીને ચૂંટણી લડી રહ્યા છે. આમ દક્ષિણ મુંબઈ પર શિવસેના વિરુદ્ધ શિવસેના છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More