Anushka sharma birthday: અભિનેત્રી નહીં આ ક્ષેત્ર માં પોતાની કરિયર બનાવવા માંગતી હતી અનુષ્કા શર્મા, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

Anushka sharma birthday: અનુષ્કા શર્મા આજે તેનો 35 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો જાણીયે અનુષ્કા ના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

by Zalak Parikh
anushka sharma birthday special know actress journey

News Continuous Bureau | Mumbai

Anushka sharma birthday: અનુષ્કા શર્મા નો જન્મ  1 મે, 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. આજે અનુષ્કા તેનો 35 મોં જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શર્મા આર્મી પરિવારમાંથી છે. અનુષ્કા શર્માએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં કરી હતી અને પોતાની નિર્દોષતાથી બધાના દિલ જીતી લીધા હતા. પરંતુ શું તમે જાણો છો અનુષ્કા અભિનેત્રી નહીં પરંતુ બીજા જ ક્ષેત્ર માં પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી. 

આ સમાચાર પણ વાંચો:  Aishwarya rai and Sushmita sen: શું ઐશ્વર્યા રાય અને સુષ્મિતા વચ્ચે નહોતી કોઈ દુશ્મનાવટ? અભિનેત્રી માનિની ડે એ જણાવી હકીકત

 

અનુષ્કા શર્મા ની કારકિર્દી 

અનુષ્કા શર્મા પત્રકારત્વમાં પોતાની બનાવવા માંગતી હતી. આ સાથે, અનુષ્કા ને મોડેલિંગમાં પણ રસ હતો, તેણીને તેનો પહેલો મોડેલિંગ પ્રોજેક્ટ નસીબ દ્વારા મળ્યો. આ સમય દરમિયાન, અનુષ્કા એ લેક્મે ફેશન વીકમાં વેન્ડેલ રોડ્રિક્સ માટે મોડલ કરવાની તક મળી અને બાદમાં જ્યારે તેણીને પ્રથમ બ્રેક મળ્યો ત્યારે તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યા પછી, અનુષ્કા શર્માએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું, જે અભિનેત્રીએ પછીથી તેના ભાઈને સોંપ્યું.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અનુષ્કા શર્મા એ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આજે અનુષ્કા અને વિરાટ કોહલીને બે બાળકો છે – પુત્રી વામિકા અને પુત્ર અકાય. અનુષ્કા શર્મા હાલ માતૃત્વનો આનંદ માણી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More