News Continuous Bureau | Mumbai
Godrej Appliances: ગોદરેજ એન્ડ બોયસના બિઝનેસ યુનિટ ગોદરેજ અપ્લાયન્સિસને ગોદરેજ લીક પ્રૂફ સ્પ્લિટ એર કન્ડિશનર્સમાં તેની એન્ટી લીક ટેકનોલોજી ( Godrej anti-leak Split AC )માટે પેટન્ટ આપવામાં આવી છે-તે ભારતનું એકમાત્ર સ્પ્લિટ એસી છે કે જેને લીક એસીની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે.
અંદાજીત 85 ટકા એસી ગ્રાહક તેમના ઉત્પાદનના જીવનકાળમાં ઓછામાં ઓછા એક વખત લીકેજવાળા એસીથી મુશ્કેલીનો સામનો કરે છે અને તેને પરિણામે આ બાબત એસીને લગતી મુખ્ય ચિંતાઓ પૈકીની એક છે. રૂમની અંદર એસીમાંથી પાણી ટપકવું તે એક ચિંતાજનક અનુભવ છે, તે રૂમની એકંદર સુંદરતાને અસર કરી દીવાલોને નુકસાન પહોંચી શકે છે, શરમજનક સ્થિતિનું કારણ બની શકે છે અને તેનાથી પણ વધુ ખરાબ બાબત એ છે કે શોર્ટ સર્કિટ તથા સુરક્ષાને લગતી સમસ્યા પણ સર્જાઈ શકે છે. ગોદરેજ લીક પ્રૂફ સ્પ્લિટ એસીમાં ( leak proof split AC ) સામેલ એન્ટી-લીક ટેકનોલોજીનો ઉદ્દેશ આ તમામ સમસ્યાનો અસરકારક રીતે ઉકેલ મેળવવા માટે સમાધાન રજૂ કરવાનો છે. આ એસી અનેક અત્યાધુનિક વિશેષતા તતા ટેકનોલોજીની ઓફર પણ કરે છે, જેમ કે 5-ઈન-1 કન્વર્ટીબલ કૂલિંગ ટેકનોલોજી, આઈ-સેન્સ ટેકનોલોજી, ઈન્વર્ટર ટેકનોલોજી વગેરે.
આ સમાચાર પણ વાંચો : Vallabhacharya Jayanti : વલ્લભાચાર્ય જયંતિ 2024: શ્રીનાથજીએ વલ્લભાચાર્યજી ને આપ્યા હતા દર્શન, જાણો પૌરાણિક કથા વિશે
આ ઉપલબ્ધિ અંગે માહિતી આપતા ગોદરેજ એન્ડ બોયસનો ( Godrej & Boyce ) હિસ્સો ગોદરેજ અપ્લાયન્સિસ બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ કહ્યું કે, “ પેટન્ટ યોગ્ય ઈનોવેશન્સનું સર્જન કરવા માટે સતત વિતાર, પ્રયાસ, મહેનત માંગી લેતા ટેસ્ટીંગ-પરિક્ષણ અને અન્ય ઘણીબધી બાબતની જરૂર રહેતી હોય છે. અમે આ તમામ બાબતથી રોમાંચિત છીએ કે અમારા લીક પ્રૂફ સ્પ્લિટ એસીમાં અમારી એન્ટી લીક ટેકનોલોજીને ( Anti-leak technology ) આ ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પેટન્ટ અમારા પ્રણેતારૂપ પ્રયત્નોનું રક્ષણ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે અમારી આ ટેકનોલોજી ખાસ બની રહે.આ ‘થિંગ્સ મેડ થોટફુલી’ એટલે કે ‘સોચ કે બનાયા હૈ’ના અમારી બ્રાન્ડનું ઉત્તમ પ્રણા છે તથા અમારા સતત નવિનીકરણ કરતાં રહેવા માટે પ્રેરણા આપે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.