News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 :Odisha એક તરફ જ્યાં સુરતના પડઘા શાંત થયા નથી ત્યાં બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને પુરીમાં ઝટકો લાગ્યો છે. અહીંના કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જોકે આવું કરતા સમયે તેણે કહ્યું છે કે તે પાર્ટી માટે કામ કરતી રહેશે પરંતુ તે નારાજ છે.
Lok Sabha Elections 2024 : Odisha કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ.
કોંગ્રેસ ( Congress ) પાર્ટી માટે અઘરો સમય ચાલી રહ્યો છે. તેમણે ઓડિશા ની પૂરી સીટ થી સુચરિતા મોહંતીને ટિકિટ ( Lok Sabha ticket ) આપી હતી. પરંતુ હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તે કોંગ્રેસ પાર્ટી માટે કામ જરૂર કરશે પરંતુ કોંગ્રેસથી ચૂંટણી નહીં લડે કારણકે કોંગ્રેસ પાર્ટી એ તેને પૂરતું ફંડ આપ્યું નથી. આ ઉપરાંત તેને કોંગ્રેસની નેતાગીરી પર આરોપ લગાડ્યો હતો કે કાર્યકર્તા ઉપર પૂરુ ધ્યાન આપવામાં આવતું નથી.
આ સમાચાર પણ વાંચો : Pakistan: Hindu abduction and conversion પાકિસ્તાનના સાંસદે હિન્દુ બાળકીઓ પર અત્યાચાર સંદર્ભે જોરદાર ભાષણ આપ્યું, વિડીયો વાયરલ…
Lok Sabha Elections 2024 : Odisha કેન્ડિડેટે રાહુલ ગાંધી વિશે શું કહ્યું
મોહંતીએ ( Sucharita Mohanty ) રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે તેઓ એક સારા નેતા છે પરંતુ પક્ષ જે પ્રકારે ચાલી રહ્યો છે તે પ્રકારે તેઓ ચૂંટણી લડી શકવાની સ્થિતિમાં નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ દ્વારા આ વિચિત્ર વર્તનને કારણે કોંગ્રેસ પાર્ટી ખરાબ પરિસ્થિતિમાં આવી ગઈ છે.