News Continuous Bureau | Mumbai
Harsh Goenka: RPG ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ હાલ કોલકતા શેરબજારમાં ( Stock Market ) અનિયમિતતાનો ભય વ્યક્ત કર્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે આ ગડબડને કારણે નાના રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. હર્ષ ગોએન્કાએ ચેતવણી આપી હતી કે શેરબજારમાં જે તેજી જોવા મળી રહી છે તેનું કારણ હર્ષદ મહેતા અને કેતન પારેખના જમાનામાં થયેલી હેરાફેરી જેવી હેરાફેરી પરત આવવાને કારણે હોઈ શકે છે.
હર્ષ ગોએન્કાએ ટ્વીટ કરીને ચેતવણી પણ આપી હતી પ્રમોટરો નફો વધારી રહ્યા છે (પ્રોફિટ એન્ટ્રી દ્વારા) અને ગુજરાતી-મારવાડી બ્રોકર્સ સાથે સાંઠગાંઠ કરીને તેમના શેરના ભાવને ( Share price ) અવાસ્તવિક સ્તરે લઈ જઈ રહ્યા છે.
Harsh Goenka: શેરબજારમાં તેજી સાથે, હર્ષદ મહેતા/કેતન પારેખ યુગની તમામ ભૂલો પાછી આવી છે…
તેમણે માર્કેટ રેગ્યુલેટર સેબી ( SEBI ) અને નાણા મંત્રાલયને ( Finance Ministry ) નાના રોકાણકારોને ગંભીર નુકસાન થાય તે પહેલા દરમિયાનગીરી કરવા અને તપાસ કરવા પણ અપીલ કરી હતી.
RPG એન્ટરપ્રાઇઝિસના પ્રેસિડેન્ટ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય બિઝનેસ વ્યક્તિઓમાંની એક છે. તેમણે કહ્યું કે શેરબજારમાં તેજી સાથે, હર્ષદ મહેતા/કેતન પારેખ યુગની તમામ ભૂલો પાછી આવી છે, મુખ્યત્વે કોલકાતામાં.
With a booming stock market, all the malpractices of Harshad Mehta/Ketan Parekh era are back primarily in Kolkata. Promoters are inflating profits (through profit entry) and in nexus with Gujarati-Marwari brokers driving their stock prices to unrealistic levels. It’s time for…
— Harsh Goenka (@hvgoenka) May 4, 2024
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : ચૂંટણીમાં ફરી એકવાર કાશ્મીર આતંકવાદી હુમલો અને 26/11 છવાયું. વિવાદ થયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હર્ષ ગોયેન્કાના ટ્વીટ બાદ શનિવારે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને શેરબજાર 74 હજારની નીચે પહોંચી ગયું હતું. તે જ સમયે NSE નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ઘણા વેપારીઓનું કહેવું છે કે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી સરકાર લોકસભાની ચૂંટણી પછી આવકવેરા પ્રણાલીમાં ફેરફાર કરી શકે છે, જેના કારણે બજારમાં ઘટાડો થયો છે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ માત્ર અફવાઓ છે.
Harsh Goenka: શું હતું હર્ષદ મહેતા કૌંભાંડ?
હર્ષદ મહેતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના ( Bombay Stock Exchange ) એક સામાન્ય સ્ટોક બ્રોકર હતા. જેમણે દેશની બેંકિંગ સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો લાભ લઈને શેરબજારમાં હેરાફેરી કરી હતી. હર્ષદ મહેતાએ છેતરપિંડી કરીને પસંદગીના શેરના ભાવમાં વધારો કર્યો હતો. આ માટે હર્ષદ મહેતાએ સરકારી બેંકોમાંથી હુંડી પર નાણાં એકત્ર કર્યા અને તેનો ઉપયોગ શેરના ભાવ વધારવામાં કર્યો હતો. જેના કારણે આ શેર ખરીદવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો અને તેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બાદમાં જ્યારે છેતરપિંડીનો ખુલાસો થયો ત્યારે રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ કૌભાંડ બાદ જ સેબીની રચના કરવામાં આવી હતી. હર્ષદ મહેતા કૌભાંડના લગભગ દસ વર્ષ પછી કેતન પારેખ પર પણ આવા જ કૌભાંડનો આરોપ લાગ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Akshaya Tritiya 2024: 100 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, ચમકશે આ 5 રાશિઓનું નસીબ, માતા લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ… જાણો કઈ છે આ રાશિઓ..
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)