News Continuous Bureau | Mumbai
Sharad Pawar unwell: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના સ્થાપક એવા શરદચંદ્ર પવાર માંદા પડી ગયા છે. બારામતીમાં ( Baramati ) આખો દિવસ ચૂંટણી પ્રચાર કર્યા પછી તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. ડોક્ટરે તેમને સલાહ આપી છે કે તેઓ આરામ કરે આથી તેમણે બ્રેક લીધો છે. જોકે તમને એક વાત જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન બોલતી વખતે શરદ પવાર અચાનક ભૂલી જતા હતા કે તેમને શું બોલવું છે? આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Video | Watch 83 year old Sharad Pawar falter & almost stop during his speech in Purander, Baramati this afternoon, but resumed & went on to quote figures on Modi Govt’s apathy towards farmers. pic.twitter.com/BwKA1ig62s
— MUMBAI NEWS (@Mumbaikhabar9) May 2, 2024
Sharad Pawar unwell: શરદ પવારને શું થયું છે?
હાલ મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. આ પરિસ્થિતિમાં તેમની મોટી ઉંમર હોવા છતાં તેઓ પ્રચારમાં ( election campaign ) પૂરી રીતે વ્યસ્ત છે. ત્યારે બારામતીમાં પ્રચાર ટાણે તેઓ માંદા પડ્યા. જોકે આનાથી પહેલા તેમનો એક વિડીયો વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે જે વીડિયોમાં બોલતી વખતે તેઓ અચાનક ચુપ થઈ જાય છે અને ભૂલી જાય છે કે તેઓ શું બોલી રહ્યા હતા. જુઓ એ વિડિયો.
આ સમાચાર પણ વાંચો : Fact Check: શું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના ભાષણમાં અવરોધ ઉભો કર્યો હતો?.. જાણો શું છે આ ભ્રામક વિડીયોનો દાવો..
Sharad Pawar unwell: અજીત પવારે શું કહ્યું હતું
આથી અગાઉ અજીત પવારે ( Ajit Pawar ) પાર્ટી છોડતા પહેલા કહ્યું હતું કે શરદ પવારનું સ્વાસ્થ્ય પહેલા જેટલું સારું નથી અને આથી તેમને વિશ્રામ આપવાની જરૂર છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)