News Continuous Bureau | Mumbai
Pearl Farming: આજના યુગમાં ખેડૂતો તેમની પરંપરાગત ખેતી સિવાય વધુ આવક આપતા પાક પસંદ કરી રહ્યા છે. જેમાં ખેડૂતો ( Farmers ) માટે મોતી એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. તેનું ઉત્પાદન કરીને ખેડૂતો લાખોમાં નફો કમાઈ રહ્યા છે.
મોતી ( pearl ) એક કુદરતી રત્ન છે, જે છીપલામાંથી ઉત્પન્ન થાય છે. બાહરી કણો જે છીપલામાં ( oyster ) અંદર પ્રવેશ કરે છે ત્યારે મોતી રચાય છે.
Pearl Farming: મોતી તૈયાર થવામાં લગભગ 18 મહિનાનો સમય લાગે છે…
ઉલ્લેખનીય છે કે, મોતી તૈયાર થવામાં લગભગ 18 મહિનાનો સમય લાગે છે. મોતીની કિંમત તેની ગુણવત્તા અનુસાર નક્કી કરવામાં આવે છે. સામાન્ય મોતીની કિંમત 300 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડિઝાઇનર મોતી 10,000 રૂપિયા સુધીની કિંમતમાં મળી રહે છે.
સ્થાનિક બજારમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં મોતીની માંગ હંમેશા રહે છે. જો વૈજ્ઞાનિક પદ્ધતિથી અને થોડી તાલીમ લીધા બાદ યોગ્ય રીતે મોતીની ખેતી કરવામાં આવે તો સારી ગુણવત્તાના મોતીની ખેતી કરી શકાય છે. ખેડૂતો તેને બજારોમાં વેચીને મોટો નફો મેળવી શકે છે.
મોતીની ખેતી માટે સૌથી અનુકૂળ સમય પાનખર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર માનવામાં આવે છે. તેની ખેતી માટે જમીનને બદલે તળાવની જરૂર પડે છે. તળાવમાં છીપ દ્વારા મોતીની ખેતી કરવામાં આવે છે. ખેતીના એક અહેવાલ મુજબ, હાલ ખેડૂતો તેની ઈચ્છા મુજબ ડિઝાઈનર મોતીને ( Designer pearls ) આકાર, રંગ અને રૂપ આપી શકે છે. જો કે કુદરતી મોતીમાં ( natural pearls ) આવુ કરવું શક્ય નથી.
આ સમાચાર પણ વાંચો : Sharad Pawar unwell: શરદ પવાર માંદા પડ્યા ચૂંટણી પ્રચારમાંથી ઘર ભેગા. જાણો તેમની તબિયત વિશે…
Pearl Farming: ખેડૂતો છીપની મદદથી મોતીનું ઉત્પાદન કરી શકે છે.
મોતીની ખેતીમાં વધારે પૈસાની જરૂર નથી. નિષ્ણાતોના મતે ખેડૂતો માત્ર 25 હજાર રૂપિયાનું રોકાણ કરીને 3 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકે છે.
મોતીની ખેતી માટે સૌ પ્રથમ સારા છીપો જરુરી છે. મોતીની ખેતી તળાવ, ટાંકીમાં કરી શકાય છે. છીપ લાવ્યા પછી એક કે બે દિવસ પછી તેની સર્જરી કરવામાં આવે છે. જેમાં છીપનું કવચ 2 થી 3 મીમી દ્વારા ખોલવામાં આવે છે અને તેમાં ન્યુક્લિયસ દાખલ કરવામાં આવે છે. પછી છીપને એન્ટિબોડીઝ માટે એક સપ્તાહ માટે ટાંકીમાં રાખવામાં આવે છે. 2 થી 3 છીપને નાયલોનની કોથળીમાં રાખવામાં આવે છે અને તેને વાંસ અથવા અમુક પાઇપની મદદથી તળાવમાં છોડી દેવામાં આવે છે. છીપમાંથી મોતી તૈયાર કરવામાં 15 થી 20 મહિનાનો સમય લાગે છે. અને વધુ સારા મોતી તૈયાર કરવામાં બે થી અઢી વર્ષનો સમય લાગે છે. આ પછી છીપને તોડીને મોતી બહાર કાઢવામાં આવે છે.
તમે તળાવમાં લગભગ 100 છીપલાંનો ઉછેર કરીને સારું ઉત્પાદન મેળવી શકો છો. જો કે આ માટે યોગ્ય તાલીમ હોવી પણ જરૂરી છે. ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ તેની ખેતી માટે તાલીમ કાર્યક્રમો ચલાવે છે. આ તાલીમોનો લાભ લઈને ખેડૂતો નફો વધારી શકે છે.