News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections: ૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત ( Surat ) જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં સવારથી જ મતદારોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાગિણી પારધી સાથે નવસારી ( Navsari ) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૫-મજુરા વિધાનસભાના અઠવાલાઈન્સ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા-૫ ખાતે મતદાન કર્યું હતું.
નવસારી લોકસભા બેઠકના ( Lok Sabha Seat ) ઉમેદવાર શ્રી સી.આર.પાટિલે સપરિવાર ભટાર સ્થિત ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યુ હતું. હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભામાં સમાવિષ્ટ ૧૫૬-મજુરા વિધાનસભાના પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરિવાર સાથે મતદાન ( Voting ) કર્યું હતું. આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાની ઝરીમોરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : CISCE : સીઆઈએસસીઈ વિદ્યાર્થીઓને અનુકૂળ સુલભતા સાથે સશક્ત બનાવે છે: 2024ની વાસ્તવિક-સમયની પરીક્ષાના પરિણામોની ઘોષણા અને ડિજિલોકર દ્વારા માર્કશીટ અને પ્રમાણપત્રોની ઉપલબ્ધતા
બારડોલી ( Bardoli ) સંસદીય મતવિસ્તારમાં સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ૫૧.૯૭ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, માંગરોળ વિધાનસભા બેઠક પર ૫૫.૦૬ ટકા, માંડવી બેઠક ૫૭.૨૪ ટકા, કામરેજ બેઠક પર ૩૮.૨૨ ટકા, બારડોલી બેઠક પર ૫૨.૩૮ ટકા, મહુવામાં ૫૨.૭૧ ટકા, વ્યારામાં ૫૭.૧૭ ટકા અને નિઝરમાં ૬૬.૫૪ ટકા મતદાન થવા પામ્યું હતું.
નવસારી સંસદીય મતવિસ્તારમાં ૪૮.૦૩ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, ઉધના વિધાનસભામાં ૪૧.૦૯%, લિંબાયત વિધાનસભા બેઠક પર ૪૪.૧૫ %, મજૂરામાં ૪૪.૪૩ ટકા, ચોર્યાસીમાં ૪૪.૧૭ ટકા, જલાલપોરમાં ૫૫.૩૨ ટકા, નવસારીમાં ૫૫.૫૩ ટકા અને ગણદેવી બેઠક પર ૫૮.૦૬ ટકા મતદાન નોંધાયું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.