News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલ જે કામ માટે જેલથી બહાર આવ્યા હતા તે કામ તેમને શરૂ કરી દીધું છે. કોર્ટે 20 દિવસ માટે તેમને જેટલી બહાર રહેવા માટેની પરવાનગી આપી છે અને આ પરવાનગી માત્ર પ્રચાર માટેની છે. આથી અરવિંદ કેજરીવાલ એ પહેલા જ દિવસથી પ્રચાર શરૂ કરી દીધો છે. શનિવારે હનુમાન મંદિરે જઈ ત્યારબાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. તેમના સંબોધન દરમિયાન મુખ્ય આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) પર હતો. . વડાપ્રધાનને તેમને ડિકટેટર કહ્યા અને પ્રશ્ન પૂછ્યો કે ભાજપનો આગામી વડાપ્રધાન કોણ છે.
Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલ મુજબ આગામી વડાપ્રધાન અમિત શાહ હશે.
અરવિંદ કેજરીવાલ એ પોતાની સ્પીચમાં કહ્યું કે વડાપ્રધાન ( Prime Minister ) નરેન્દ્ર મોદી પોતાની માટે નહીં પરંતુ અમિત શાહ ( Amit Shah ) માટે વોટ માંગી રહ્યા છે. આગામી વર્ષે તેઓ 75 વર્ષના થશે અને ત્યારબાદ તેઓ આ પદ પરથી ખસી જશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવશે. આ માટે અત્યારથી વડાપ્રધાને તૈયારી શરૂ કરી દીધી છે.
Arvind Kejriwal : ભારતીય જનતા પાર્ટી ( BJP ) દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે.
અરવિંદ કેજરીવાલ એ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખમાં વિપક્ષમાં રહેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ સામેલ છે. આ ઉપરાંત આ તમામ નેતાઓએ હજારો કરોડના કૌભાંડ કર્યા હોવા છતાં તેમની વિરુદ્ધમાં કોઈ તપાસ ચાલી નથી. જ્યારે કે આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) નેતાઓને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રાહુલ દ્રવિડની વિદાય થશે.
Arvind Kejriwal : આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ( India coalition ) સરકાર બનશે તેમાં શંકા નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની દરેક રાજ્યમાંથી સીટો ઓછી થઈ રહી છે. આ ઉપરાંત તેમણે લોકો પાસેથી સહાનુભૂતિની ભીખ માંગી હતી.