Alia bhatt and Ranbir kapoor: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ખાસ રીતે મનાવ્યો મધર્સ ડે,સોશિયલ મીડિયા પર શેર કરી ક્યૂટ તસવીર, બસ આ વ્યક્તિ ની જ રહી ગઈ કમી

Alia bhatt and Ranbir kapoor: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડ નું ક્યૂટ કપલ છે. મધર્સ ડે ના અવસર પર આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર એક ક્યૂટ તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.

by Zalak Parikh
alia bhatt and ranbir kapoor mothers day celebration

News Continuous Bureau | Mumbai

Alia bhatt and Ranbir kapoor: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડ ના ક્યૂટ કપલ છે. બંને તેમના પરિવાર ને ખુબ પ્રેમ કરે છે. એટલા માટે જ તેમને મધર્સ ડે ખાસ અંદાજ માં મનાવ્યો હતો. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર મધર્સ ડે સેલિબ્રેશન ની એક તસવીર શેર કરી છે. જે વાયરલ થઇ રહી છે. આ તસવીર માં બસ એક વ્યક્તિ ની જ કમી લાગી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: આલિયા ભટ્ટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો એ અભિનેત્રી ને કહી કોપીકેટ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નો મધર્સ ડે 

આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાન, બહેન શાહીન ભટ્ટ, સાસુ નીતુ કપૂર અને પતિ રણબીર કપૂર સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન બધાએ એક સરખા એટલેકે સફેદ રંગના કપડાં પહેર્યા છે. બધા બાલ્કનીમાં ફેલાયેલા ગાદલા પર બેસીને પોઝ આપતા જોવા મળે છે. નીતુ કપૂર આ દરમિયાન સફેદ રંગની છત્રી પકડેલી જોવા મળી રહી છે.. આ તસવીર પોસ્ટ કરતા આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું, ‘મારા કિંમતી લોકો સાથેની કિંમતી ક્ષણો. શુભ માતૃદિન’.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)


આલિયા ભટ્ટ ની આ તસવીર પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. જો કે આ તસવીર માં માત્ર એક વ્યક્તિ ની કમી જોવા મળી રહી છે અને તે વ્યક્તિ છે આલિયા અને રણબીર ની ક્યૂટ દીકરી રાહા કપૂર. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More