News Continuous Bureau | Mumbai
Baba Vishwanath: આધ્યાત્મિકતા પર ચૂંટણીના વાતાવરણની અસર ઉત્તર પ્રદેશના કાશીમાં પણ જોવા મળી રહી છે. દેશભરમાંથી શ્રી કાશી વિશ્વનાથ ધામમાં આવતા ભક્તોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સ્થિતિ એવી છે કે હવે આગામી 15 દિવસ સુધી બાબાની આરતીનું બુકિંગ ફુલ થઈ ગયું છે.
Baba Vishwanath: 16 થી 31 મે સુધીની બાબા વિશ્વનાથની મંગળા આરતી માટેની તમામ ટિકિટો બુક
મંગળા આરતી અને સપ્તર્ષિ આરતીની ઓનલાઈન ટિકિટ હવે 31 મે સુધી બુક થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બાબાની આરતીના દર્શનનું સપનું લઈને દૂર દૂરથી અહીં આવતા શ્રદ્ધાળુઓને નિરાશ થઈને પાછા ફરવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી મુજબ, 16 થી 31 મે સુધીની બાબા વિશ્વનાથની મંગળા આરતી માટેની તમામ ટિકિટો બુક થઈ ગઈ છે. ત્યારપછી જૂન મહિનામાં પણ ત્રીજી તારીખની તમામ ટિકિટો એડવાન્સમાં બુક થઈ ગઈ છે. સપ્તર્ષિ આરતીના બુકિંગની સ્થિતિ પણ આવી જ છે. સપ્તર્ષિ આરતી માટેની ટિકિટો પણ 31મી મે સુધી ફૂલ છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે ઉજ્જૈનના મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લેવા માંગો છો, તો જાણો બુકિંગ સંબંધિત આ નવા નિયમો… નહીં તો થશે હેરાનગતિ..
Baba Vishwanath: દરરોજ પાંચ થાય છે આરતી
ઉલ્લેખનીય છે કે બાબા વિશ્વનાથની મંગળા આરતી દરરોજ સવારે 2:45 વાગ્યે થાય છે. આ આરતી પછી બાબાના દ્વાર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે બાબા વિશ્વનાથની દરરોજ પાંચ આરતીઓ કરવામાં આવે છે. તે મંગળા આરતીથી શરૂ થાય છે, પછી મધ્યાહન ભોગ આરતી, સપ્તર્ષિ આરતી, રાત્રે શ્રૃંગાર ભોગ આરતી અને અંતે રાત્રે 10.30 વાગ્યે શયન આરતી પછી, બાબાનો દરવાજો બંધ થાય છે.