Ahmedabad Metro: અમદાવાદીઓની પહેલી પસંદ મેટ્રો, દૈનિક મુસાફરીઓનો આંક આટલા લાખને પાર..

Ahmedabad Metro: અમદાવાદ મેટ્રો ફેઝ -૧ નું ઉદ્ઘાટન તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું,

by Hiral Meria
Ahmedabad Metro crossed the 1 lakh daily mark

News Continuous Bureau | Mumbai

Ahmedabad Metro: અમદાવાદ મેટ્રો ફેઝ -૧ નું ઉદ્ઘાટન તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં હવે ૩૮.૫૭ કિમી ની લંબાઈમાં કુલ ૩૦ સ્ટેશનો કાર્યરત છે. 

મેટ્રોનો ( Ahmedabad Metro ) અનુભવ કરવા માટેના પ્રારંભિક ધસારા પછી, શરૂઆતમાં દૈનિક મુસાફરીઓ ૩૯૦૦૦ ની આસપાસ હતી જે સતત વધી રહી છે અને હવે પ્રથમ વખત આ અઠવાડિયાના બે સામાન્ય દિવસોમાં (મેચ કે જાહેર રજા સિવાયના દિવસોમાં) દૈનિક મુસાફરીઓ (Passenger Journey) ૧ લાખ ના આંકડાને પાર કર્યો છે.

અત્રે નોંધનીય છે કે મેચના દિવસોમાં મેટ્રો ( Ahmedabad Metro Phase-I ) સતત એક લાખથી વધુ યાત્રીઓની ( Passengers )   સેવામાં કાર્યરત રહે છે, જેને ધ્યાનમાં રાખીને સામાન્ય રીતે વધારાની ટ્રેનો દોડાવવામાં આવે છે અને તાજેતરમાં તારીખ ૧૦ મે ૨૦૨૪ ના રોજ મુસાફરીની સંખ્યા સૌથી વધુ ૧,૫૯,૨૧૪ નોંધાયેલ છે.

આમ, મેટ્રો ઝડપથી પરિવહનની ( transportation ) પસંદગીનું માધ્યમ બની રહ્યું છે.  તાજેતરમાં સરેરાશ મુસાફરી નીચે પ્રમાણે છે:

  •  ચાલુ દિવસો દરમ્યાન : ૯૩૦૦૦ થી ૧ લાખ
  •  શનિ/રવિ તથા રજાઓ દરમ્યાન : ૭૫૦૦૦ થી ૮૦૦૦૦

પરિણામે, રોડ પરના વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાથી અમદાવાદના લોકોને રસ્તાઓ પર ઓછી ભીડ, ઓછા પ્રદૂષણ, ઓછા અકસ્માતો અને ઝડપી યાતાયાત વગેરે નો લાભ મળે છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai To Alibaug Ferry : મુંબઈથી માંડવા ચાલતી બોટ સેવા 26મી મેથી બંધ રહેશે

મેટ્રોમાં ટ્રાફિક ઝડપથી વધી રહયો છે અને ભવિષ્યમાં વધુ લાઇનો ઉમેરાવાથી અનેકગણો વધારો થવાની ધારણા છે.

પરિશિષ્ટ:

૧) ૪૦ દિવસનો ટ્રાફિક ૨) મેચના દિવસોનો ટ્રાફિક

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More