Chandu champion: ચંદુ ચેમ્પિયન નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કાર્તિક આર્યન નું ટ્રાન્સફોર્મેશન જોઈ તમે પણ રહી જશો દંગ

Chandu champion: કાર્તિક આર્યન તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન ને કારણે ચર્ચા માં છે. હવે ચંદુ ચેમ્પિયન નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.

by Zalak Parikh
Chandu champion trailer release look kartik aaryan body transformation

News Continuous Bureau | Mumbai

Chandu champion: કાર્તિક આર્યન તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન બહાદુર પેરાલિમ્પિક સ્વિમર મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ ને લઈને લોકો માં ઉત્સાહ છે. હવે આ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં કાર્તિક આર્યન નો એક્શન અવતાર પણ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ulta chashma: તારક મહેતા ના સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા, ગુમ થવાનું કારણ આવ્યું સામે

ચંદુ ચેમ્પિયન નું ટ્રેલર 

ટ્રેલરની શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે કે યુદ્ધમાં નવ વખત ગોળી વાગવાને કારણે તે બે વર્ષથી કોમામાં છે. આ પછી ચંદુના જીવનની અગાઉની ઘટનાઓ બતાવવામાં આવી છે. ત્રણ મિનિટ 15 સેકન્ડના આ ટ્રેલરમાં આર્મી સૈનિક મુરલી પેટકરના રોલમાં કાર્તિક એકદમ ફિટ દેખાય છે. ફિલ્મમાં તેનું શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન પણ જોવા મળે છે.આ ટ્રેલર ને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરો માં રિલીઝ થશે. 

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)


તમને જણાવી દઈએ કે, ચંદુ ચેમ્પિયન ભારતના પ્રથમ પેરાલિમ્પિક સ્વિમર મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. પેટકરે 1970ની કોમનવેલ્થ ગેમ્સ અને 1972ની પેરાલિમ્પિકમાં જર્મની માટે દેશનું ગૌરવ વધાર્યું હતું. તેના શરીરમાં ગોળીઓ હોવા છતાં તેણે બોક્સિંગમાં જીત મેળવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More