News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં ટ્રાફિક પોલીસની જેમ હવે મહાનગર પાલિકા ( BMC ) પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે કાર પાર્ક કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેશે. મહાપાલિકા પાર્કિંગ પોલિસીમાં હવે આ કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરખાસ્તને ટ્રાફિક પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને આ પાર્કિંગ પોલિસી હવે રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે.
મુંબઈમાં ( Mumbai Traffic ) હાલ લગભગ 46 લાખ વાહનો છે અને મુંબઈમાં બહારના હજારો વાહનો બિઝનેસ અને અન્ય કારણોસર પણ શહેરમાં આવે છે અને જાય છે. આ માચે મહાનગરપાલિકાએ 48 હજારથી વધુ વાહનો પાર્ક કરી શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા પૂરી પાડી છે. પરંતુ લાખો વાહનોની સરખામણીએ આ સુવિધા પુરતી નથી. તેથી મુંબઈમાં હાલ રોડ, ફૂટપાથ, ખુલ્લી જગ્યાઓ પર ગમે ત્યાં વાહનોનું ગેરકાયદે પાર્કિંગ ( Illegal parking ) કરવામાં આવે છે. મુંબઈમાં બેકાબૂ ટ્રાફિકને ( traffic rules ) કારણે પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેવાતા હોવાથી વાહનવ્યવહાર પણ અવરોધાય છે. પરિણામે, મુંબઈના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે.
Mumbai: ટ્રાફિક પોલીસ દ્વારા આવા ગેરકાયદે પાર્કિંગ પર કાર્યવાહી કરવામાં આવે છે.
ટ્રાફિક પોલીસ ( Mumbai Traffic police ) દ્વારા આવા ગેરકાયદે પાર્કિંગ પર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. મહાપાલિકા દ્વારા વાહનોના પાર્કિંગ માટે સગવડો પૂરી પાડવામાં આવી છે, તેમ છતાં ઘણી વખત અધિકૃત પાર્કિંગમાં ( parking policy ) પાર્કિંગ કર્યા વિના આજુબાજુની શેરીઓમાં કાર પાર્ક કરવામાં આવે છે. વાહનચાલકો શિસ્તબદ્ધ રહે અને તેમના વાહનો યોગ્ય રીતે પાર્કિંગમાં પાર્ક કરે તે માટેના હાલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને મહાપાલિકાને રસ્તા પર ગમે ત્યાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા મળે તે માટે પણ હાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Bharti Airtel Share: ભારતી એરટેલ લિમિટેડના શેર ખરીદનારાઓમાં મચી લૂંટ, નિષ્ણાતોના મતે શેર 1600 રૂપિયા પાર કરશે, આવ્યો આ નવો ટાર્ગેટ ભાવ..
આ માટે તત્કાલિન મહાપાલિકા કમિશનરે પાર્કિંગ પોલિસીની મંજૂરી માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે. તેમણે સરકારને 1988ના મહાપાલિકા પાર્કિંગ નિયમોમાં સુધારો કરવા વિનંતી કરી છે. જેથી મહાપાલિકા પણ પાર્કિંગ નીતિ હેઠળ કાર્યવાહી કરી શકે.
Mumbai: મુંબઈમાં પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે મહાનગરપાલિકા પાસે કુલ 48 હજાર 290 પાર્કિંગની જગ્યાઓ ઉપલબ્ધ છે….
મુંબઈમાં પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે મહાનગરપાલિકા પાસે કુલ 48 હજાર 290 પાર્કિંગની જગ્યાઓ ઉપલબ્ધ છે. મહાનગરપાલિકાએ 97 ઓન-સ્ટ્રીટ પાર્કિંગ લોટમાં 21 હજાર 462 વાહનો અને 33 ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ લોટમાં 26 હજાર 828 વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરી છે. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને મોટા વાહનો માટે ઓન-સ્ટ્રીટ પાર્કિંગ ઉપલબ્ધ છે. જ્યારે દાદર શિવાજી પાર્ક, ઇન્ડિયા બુલ્સ, સાત રસ્તા અને વરલીમાં ઑફ-સ્ટ્રીટ પાર્કિંગ ઉપલબ્ધ છે.
પાંચ વર્ષ પહેલાં મુંબઈમાં કારની પાર્કિંગની સમસ્યાને ઉકેલવા માટે મહાપાલિકા દ્વારા મોબાઈલ એપ વિકસાવવાનું નક્કી કર્યું હતું. એવી જાહેરાત કરવામાં આવી હતી કે મુંબઈમાં ગમે ત્યાંથી પેઇડ કાર પાર્કિંગ માટે આ એપ દ્વારા બુકિંગ કરવું શક્ય બનશે. પરંતુ પાંચ વર્ષ પછી પણ આ એપ કાગળ પર જ રહી ગઈ હોવાથી મુંબઈમાં હાલ લોકોને પાર્કિંગ માટે સમસ્યાઓનો સામનો કરવો પડી જ રહ્યો છે.