News Continuous Bureau | Mumbai
Club Mahindra Puducherry : ભારતના સૌથી વધુ પ્રચલિત પ્રવાસન સ્થળ અને જૂના વારસા અને પ્રકૃતિનું આકર્ષણ ધરાવતા પુડુચેરીનો વિચાર આવે ત્યારે મગજમાં સૌ પ્રથમ ‘ફ્રેન્ચ ટાઉન ઓફ ઈન્ડિયા’ની યાદ આવે. જેના અનુભવનો લ્હાવો તમે પુડુચેરીમાં સ્થિત ક્લબ મહિન્દ્રાના આ ફ્રેન્ચ વન્ડરલેન્ડમાં લઈ શકો છો. શાંત માહોલ વચ્ચે સ્થિત અને સુંદર દરિયાઈ રમણીય દ્રશ્યો સાથે ક્લબ મહિનદ્રા પુડુચેરી વેકેશનને જીવનભરની યાદગીરી બનાવવા માગતા પરિવારોને અજોડ અનુભવ આપે છે.
Club Mahindra Puducherry : આધુનિક સૌંદર્યનું સંપૂર્ણ મિશ્રણ
20 એકરથી વધુ ઉષ્ણકટિબંધીય હરિયાળીમાં વિસ્તરેલો આ રિસોર્ટ ટાઇટેનિયમ ડાયોક્સાઇડના બુદ્ધિશાળી ઉપયોગ અને ગ્લાસ કવરેજ ધરાવતી ઇમારતો સાથે સજ્જ છે. રિસોર્ટનું બાંધકામ જૂના અને આધુનિક સૌંદર્યનું સંપૂર્ણ મિશ્રણ ધરાવે છે. આ તત્વો ઉષ્ણકટિબંધીય સુકા લીલા જંગલ સાથે એકરૂપ થઈ પર્યાવરણની સુંદરતા માણવાનો મોકો આપે છે.
આ સમાચાર પણ વાંચો: Club Mahindra: ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ભારતનું પ્રથમ ‘ટ્રીપલ નેટ ઝીરો’ તરીકેનું બહુમાન મળ્યું.
સુંદર રીતે શણગારેલા વિશાળ 125 રૂમો પરિવારજનોને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની ખાતરી આપે છે. ક્લબના સભ્યો આરામદાયક અનુભવ સાથે વેકેશનની મજા માણી શકે તે હેતુ સાથે રિસોર્ટમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમામ વયજૂથને ધ્યાનમાં રાખી વિવિધ એક્ટિવિટી દ્વારા સભ્યોને મનોરંજન પણ પૂરુ પાડે છે.
Club Mahindra Puducherry : પ્રકૃતિના ખોળે રહેવાનો આનંદ
ક્લબ મહિન્દ્રા પુડુચેરી પાસે તમામ માટે કંઈક છે. જેમાં ખાનગી બીચ પર ચાલવાથી માંડી એડવેન્ચરથી સજ્જ વોટર એક્ટિવિટી, એટીવી બીચ રાઈડ્સ, શહેરમાં ઈ-સાયકલ ટુર્સ સહિત પ્રત્યેક માટે એક્ટિવિટી ઉપલબ્ધ છે. સભ્યો દર શનિવારે પારંપારિક કાર્યક્રમના દિવસોમાં સ્થાનિક સંસ્કૃતિને જોઈ-માણી શકે છે. વધુમાં ગ્રાહકો સવારમાં યોગ અને દરિયાઈ મોજાના અવાજ સાથે પ્રકૃતિના ખોળે રહેવાનો આનંદ અનુભવી શકો છો. રિસોર્ટનો હેપ્પી હબ સેક્શન ખૂબ જ આકર્ષક છે, જે ઝોર્બિંગ, આર્ચરી, પેઈન્ટિંગ સહિત અન્ય ઘણી એન્ટરટેઈનિંગ એક્ટિવિટી ઓફર કરે છે.
ક્લબ મહિન્દ્રા રિસોર્ટ્સમાં સ્વાદિષ્ટ ભોજન પણ માણી શકો છો. જે પુડુચેરીમાં અનન્ય ડાઈનિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે. રિસોર્ટમાં બે રેસ્ટોરન્ટ છે. જેમાં સિશેલ્ઝ તમિલ, ફ્રેન્ચ, ફ્યુઝન ડીશ ઓફર કરે છે. જ્યારે બીજી ઓપન-એર સિફૂડ રેસ્ટોરન્ટ ફિન્ઝ છે. જ્યાં સીફૂટ પ્રેમીઓ મજેદાર વાનગીઓનો લ્હાવો લઈ શકે છે. આ સિવાય રેસ્ટોરન્ટમાં ખાસ પ્રસંગોની ઉજવણીને અનુરૂપ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે.
Club Mahindra Puducherry : ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લઈ શકો છો
મહેમાનો રિસોર્ટની મર્યાદાની બહાર પણ સાહસ કરી શકે છે અને નજીકના ઐતિહાસિક સીમાચિહ્નો, જેમ કે આઇકોનિક અરબિંદો આશ્રમ શોધવા માટે માર્ગદર્શિત પ્રવાસો શરૂ કરી શકે છે. રિસોર્ટનું અનુકૂળ સ્થાન પુડુચેરીના પ્રાચીન દરિયાકિનારા, જેમ કે પ્રોમેનેડ બીચ, પેરેડાઇઝ બીચ અને સેરેનિટી બીચ પર આરામદાયક પ્રવેશ પ્રદાન કરે છે. તે બેકવોટર અને મેન્ગ્રોવ ફોરેસ્ટની નજીકના વિસ્તારનો પણ આનંદ માણે છે જ્યાં સભ્યો અનોખા બોટિંગ અનુભવો માણી શકે છે. જે લોકો હસ્તકલાનો આનંદ માણે છે, તેઓ માટે પુડુચેરી નગર જોવા જેવું છે. સભ્યો પુડુચેરી શહેરમાં હસ્તકલા ખરીદી શકે છે, જે તેમના અદ્ભુત વેકેશનને આદર્શ સમાપ્તિ સ્પર્શ પ્રદાન કરે છે. પુડુચેરીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ મહિનો જૂન છે, વરસાદની મોસમ શરૂ થાય તે પહેલાં. વધુમાં, ઓક્ટોબર અને નવેમ્બર મનમોહક સ્થળની મુલાકાત લેવા માટે આદર્શ મહિના છે.
ક્લબના મહેમાનો રિસોર્ટની મર્યાદાની બહાર પણ એડવેન્ચરનો લાભ લઈ શકે છે. તેઓ પુડુચેરીમાં સ્થિત આઈકોનિક ઓરોબિંદો આશ્રમ સહિત ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લઈ શકે છે. પ્રોમેનેડ બીચ, પેરાડાઈઝ બીચ, સેરેનિટી બીચ જેવા પ્રાચીન બીચ પર દરિયાઈ સુંદરતાનો લાભ લઈ શકે છે. તેઓ બેકવોટર અને મેન્ગ્રોવ ફોરેસ્ટની નજીકના વિસ્તારોમાં પ્રકૃતિના સૌંદર્યને માણી શકે છે. યુનિક બોટિંગ કરી શકે છે. તદુપરાંત સ્થળની હસ્તકળાને નિહાળી ખરીદી પણ કરી શકે છે. જે તમારા વેકેશનને યાદગાર બનાવતી સ્મૃતિ તરીકે તમારી સાથે રહેશે. પુડુચેરીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂન છે. આ મહિનામાં અહીં ચોમાસુ શરૂ જ થઈ રહ્યુ હોય છે. ત્યારબાદ તમે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
પુડુચેરી રેલવે સ્ટેશનથી 30 કિમી દૂર સ્થિત ક્લબ મહિન્દ્રા પુડુચેરી એ કાલાતીત આકર્ષણ અને સાંસ્કૃતિ અનુભવો પ્રાપ્ત કરવાનું પ્રવેશદ્વાર છે. જેની મુલાકાત લઈ તમે પ્રાકૃતિક સુંદરતાને નિહાળતાં ફ્રાંસના વાસ્તવિક સૌંદર્યની ઝલક માણી શકો છો. આ સ્થળ તમારા વેકેશનને ખાસ બનાવી જીવનભરની યાદો આપશે.