Ministry of AYUSH: આયુષ મંત્રાલય સામાન્ય વીમા કંપનીઓ અને આયુષ હોસ્પિટલ માલિકો માટે સંવેદના કાર્યક્રમનું આયોજન કરશે

Ministry of AYUSH will organize sensitization program for general insurance companies and AYUSH hospital owners
Ministry of AYUSH will organize sensitization program for general insurance companies and AYUSH hospital owners

News Continuous Bureau | Mumbai 

Ministry of AYUSH: વીમા ક્ષેત્ર વચ્ચે ઊંડી સમજણ અને જોડાણને પ્રોત્સાહન આપવા તથા તમામ નાગરિકો, આયુષ હોસ્પિટલો ( AYUSH Hospitals ) અને હેલ્થકેર પ્રોવાઇડર્સને વાજબી ખર્ચે આયુષ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા ભારત સરકારનાં આયુષ મંત્રાલયે સંવેદનશીલતા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ખાસ કરીને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓની એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમો અને આયુષ હોસ્પિટલોનાં માલિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

આ કાર્યક્રમ 27 મે, 2024ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ( All India Institute of Ayurveda ) , નવી દિલ્હી ખાતે યોજાશે. આ કાર્યક્રમનો હેતુ માત્ર લોકો માટે આયુષ સારવારની સુલભતા અને સામર્થ્યને વધારવાની છે, આખરે સમગ્ર દેશમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે, પણ સાથે સાથે ભારતમાં વીમા કવચ ( Insurance coverage ) માટે સરકારી અને ખાનગી આયુષ હોસ્પિટલોની પેનલમાં પણ સુવિધા પ્રદાન કરવાનો છે.

આ કાર્યક્રમ આરોગ્ય વીમા યોજનાઓમાં ( health insurance plans ) આયુષ સારવારને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જરૂરી નિયમનકારી માળખા અને નીતિગત સહાયની ચર્ચા કરશે તથા પડકારો અને તકો એમ બંનેનું સમાધાન કરવા મુખ્ય હિતધારકો વચ્ચે સંવાદની સુવિધા આપશે. ચર્ચાના અન્ય મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે – આયુષ ક્ષેત્રમાં વીમા કવચ, સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ (એસટીજી) અને વીમા ક્ષેત્ર માટે આઇસીડી કોડ્સ, વીમા ક્ષેત્રમાં આયુષનો પ્રવેશ, આયુષ હોસ્પિટલની એઆઇઆઇએની સંભવિત, સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ, રોહિણી પ્લેટફોર્મ પર આયુષ હોસ્પિટલોનું ઓન બોર્ડિંગ, વીમા કવચ માટે આયુષ હોસ્પિટલની પેનલ સહિતના છે.

આ સમાચાર પણ વાંચો : Ohio Court: આરોપીને પહેલા 10 વર્ષની કેદની સજા સંભળાવી, પછી કોર્ટમાં જ લગ્ન પણ કરાવી દીધા, જજનો વિચિત્ર નિર્ણય.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના વીમા માટેના નિષ્ણાતોના કોર ગ્રુપના ચેરમેન પ્રો. બેજોનકુમાર મિશ્રા, આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ. કુસ્તુભા ઉપાધ્યાય, ડીજીએચએસના ડીજીજી ડૉ. એ. રઘુ, આયુર્વૈદ હોસ્પિટલ શ્રી રાજીવ વાસુદેવન, પ્રોફેસર આનંદરામન પી.વી., શ્રી મુકુંદ કુલકર્ણી હેડ હેલ્થ, એઆઈઆઈએમાં ડીએમએસ ડો.અલકા કપૂર, સીટીઓ, આઈઆઈટીઆઇ શ્રી યોગાનંદતડેપલ્લી અને જીઆઈસી શ્રી સેગર સંપતકુમાર મુખ્ય વક્તા હશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!