News Continuous Bureau | Mumbai
LPG Gas Cylinder Price: લોકસભાની ચૂંટણી ( loksabha election 2024 )ના છેલ્લા તબક્કા ( loksabha election last phase ) અને ચૂંટણીના પરિણામો પહેલા મોદી સરકારે સામાન્ય લોકોને મોટી ભેટ આપી છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરની કિંમતમાં આજે ફરી એકવાર ઘટાડો ( reduced ) કરવામાં આવ્યો છે. આમ ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો છે.
LPG Gas Cylinder Price: આ ગ્રાહકોને મળશે લાભ
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમત ( LPG Gas Cylinder Price ) માં લગભગ 72 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ કપાતનો લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે. મહત્વનું છે કે આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
LPG Gas Cylinder Price: ભાવ ઘટાડા નવા ભાવ
આ ભાવ ઘટાડા બાદ ( LPG Price Cut ) રાજધાની દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 69.50 રૂપિયા ઘટીને 1676 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે, આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,787 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મુંબઈના લોકોને હવે સિલિન્ડર માટે 1,629 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,840.50 રૂપિયા હશે.
આ સમાચાર પણ વાંચો: Air India DGCA : એર ઇન્ડિયાની ફ્લાઇટ ડીલે, 8 કલાક સુધી AC બંધ; યાત્રીઓના હાલ બેહાલ.. DGCA કરી મોટી કાર્યવાહી..
LPG Gas Cylinder Price: ગયા મહિને આટલો ઘટાડો થયો હતો
ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા મહિને પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં અનેક વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 એપ્રિલથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા, સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચમાં થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ (8 માર્ચ 2024)ના અવસર પર એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારપછી 14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે લગભગ 3 મહિનાથી ઘરેલુ ઉપયોગના સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.