Surat : સુરત શહેરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું

Surat : સુરત શહેરમાં આ વર્ષે તા.૦૭/૦૯/૨૦૨૪ થી તા.૧૭/૦૯/૨૦૨૪ દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા તેમજ સરળ વિસર્જન પ્રક્રિયાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.

by Hiral Meria
Proclamation of the Commissioner of Police regarding Ganesh Mahotsav in Surat City

News Continuous Bureau | Mumbai

Surat  : સુરત શહેરમાં આ વર્ષે તા.૦૭/૦૯/૨૦૨૪ થી તા.૧૭/૦૯/૨૦૨૪ દરમિયાન ગણેશ મહોત્સવની ( Ganesh festival ) ઉજવણી થનાર છે. આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા તેમજ  સરળ વિસર્જન પ્રક્રિયાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ ( Surat police )  કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. 

           જે અનુસાર શ્રીજીની માટીની મૂર્તિ ( Ganesh Idol ) બેઠક સહિતની ૦૯(નવ) ફ્રુટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા ઉપર (તમામ મુર્તીઓનું વિસેજન ( Ganesh Visarjan ) કૃત્રિમ તળાવ તથા દરિયામાં કરવાનું રહેશે), (૨) શ્રીજીની પી.ઓ.પી.ની કે ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૦૫ (પાંચ) ફૂટથી વધારે ઉચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર( માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું SMC દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવાનું રહેશે.), ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ સેડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવી નહી.

આ સમાચાર પણ વાંચો: National Stock Exchange: NSEએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ, શેરબજારમાં રિકવરી આવતા એક દિવસમાં 1,971 કરોડ રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન..

મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવી નહી. કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવી કે ખરીદવી તેમજ વેચવા અને સ્થાપના કરવી નહી. વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી. ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવી નહી. પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર, મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધો સુરતની બહારથી શ્રીજીની મૂર્તિ લાવી વેચતા મૂર્તિકારોને પણ લાગુ પડશે. આ જાહેરનામું તા.૪/૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More