News Continuous Bureau | Mumbai
Express Train: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેન્ટ-ભટની સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ભટની અને ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-
- 8 અને 9 જૂન 2024ના રોજ, અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ( Ahmedabad-Gorakhpur Express ) ભટની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ભટની-ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.
- 9 અને 10 જૂન 2024 ના રોજ, ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ( Gorakhpur-Ahmedabad Express ) ભટની સ્ટેશનથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ગોરખપુર-ભટની ( Bhatni ) વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.
આ સમાચાર પણ વાંચો: T20 World Cup Ind vs Pak : મોબાઇલ અને ટીવી પર ભારત પાકિસ્તાન T20 વર્લ્ડ મેચ ક્યાં અને કેવી રીતે મફતમાં જોવી?.. જાણો વિગતે..
ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના થી સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.