News Continuous Bureau | Mumbai
Mumbai Rain: જૂનનું પહેલું અઠવાડિયું પસાર થવા છતાં વરસાદના ( Rain ) અભાવે શહેરના રહેવાસીઓ આ કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગયા છે. વધતી ગરમીના કારણે મુંબઈના લોકો હાલ ત્રસ્ત બન્યા છે. તેથી હવે મુંબઈવાસીઓ એ જ આશમાં છે કે શહેરમાં ક્યારે પડશે વરસાદ? હાલ મુંબઈવાસીઓ બધા આની રાહ જોઈ રહ્યા છે. તો આખરે, મુંબઈકરોની રવિવારની સવાર ઝરમર વરસાદ સાથે શરુ થઈ હતી. જેમાં લોકોએ ઝરમર વરસાદની મજા માણી હતી.
And it is confirmed, Heavy to very heavy rain in Mumbai & MMR on 9-11 June, 2024 🔴
Amidst IMD issuing ‘heavy rain warning’ for Mumbai & Thane, during the monsoon onset dates itself, Mumbai & adjoining areas will receive heavy to very heavy rains on 9-10 June amid vortex forming… https://t.co/sVQcFdjmPm pic.twitter.com/LU17QjxRT3
— Mumbai Rains (@rushikesh_agre_) June 7, 2024
મુંબઈ, ડોમ્બિવલી, મીરા-ભાઈંદર વિસ્તારમાં સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. શહેરમાં 9 અને 10 જૂને હવામાન વિભાગ ( IMD ) દ્વારા વરસાદની આગાહી ( rain forecast ) કરવામાં આવી હતી. દરમિયાન, વરસાદ શહેરમાં પહેલા જ દિવસે જોરદાર બેટિંગ કરવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે. કારણ કે, હવામાન વિભાગે હાલ મુંબઈ અને થાણેમાં ભારે વરસાદની ( Heavy Rainfall ) સંભાવના વ્યક્ત કરી છે. તેમજ ભારે વરસાદ થવાનો હોવાથી મુંબઈગરોને શક્ય હોય તો જ ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરવામાં આવી
આ સમાચાર પણ વાંચો: Express Train: અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે
विदर्भातील जिल्ह्यांमध्ये तुरळक ठिकाणी विजांच्या कडकडाटासह वादळ, आणि सोसाट्याचा वारा (30-40 किमी प्रतितास वेग), हलका पाऊस पडण्याची शक्यता आहे.
— Regional Meteorological Center,Mumbai (@RMC_Mumbai) June 8, 2024
Mumbai Rain: બે દિવસમાં મુંબઈમાં જોરદાર વરસાદની આગાહી..
હવામાન વિભાગે ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તીવ્ર પવન (40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે), મધ્યમ વરસાદ (મુંબઈ વરસાદ)ની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતી કાલથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં જોરદાર વરસાદની આગાહી ( weather forecast ) કરી છે. તેમજ આજથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં બાદમાં સાંજે/રાત્રે હળવોથી મધ્યમ વરસાદ પડશે અથવા ગાજવીજ સાથે જોરદાર વરસાદની અપેક્ષા છે. તો શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 35 ડિગ્રી સેલ્સિયસ અને 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)