OTT App Buyout : Amazon Prime Video હવે Mx Players OTT એપ ખરીદવાની તૈયારીમાં, થશે બંને વચ્ચે આ ડીલ.. જાણો વિગતે..

OTT App Buyout : ટાઈમ્સ ઈન્ટરનેટ અને એમેઝોન પ્રાઇમે એક વર્ષ પહેલા આ અંગે ચર્ચા કરી હતી. જો કે, આ ડીલ અંગેની ચર્ચાઓ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. કારણ કે બંને કંપનીઓ વચ્ચે કોઈ પરસ્પર સમજૂતી થઈ શકી ન હતી. એક વર્ષ પહેલા ટાઈમ્સ ઈન્ટરનેટે MX પ્લેયર માટે 830 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં, એમેઝોન રૂ. 500 કરોડની ડીલ કરવા તૈયાર થયું હતું.

by Hiral Meria
OTT App Buyout Amazon Prime Video is now preparing to buy Mx Players OTT app, this deal will happen between the two.

News Continuous Bureau | Mumbai 

OTT App Buyout : એમેઝોન OTT પ્લેટફોર્મ હવે મનોરંજન ક્ષેત્રનું આ જાયન્ટ પ્લેટફોર્મ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે, જે હાલ ઘણી સુપરહિટ વેબ સિરીઝ સ્ટ્રીમ કરે છે. છેલ્લા એક વર્ષથી આ ચર્ચા ચાલી રહી હતી કે આ OTT પ્લેટફોર્મ વેચવામાં આવશે. આખરે હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. બંને કંપનીઓ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ હોવાના અહેવાલો છે. એમેઝોન જે OTT પ્લેટફોર્મ ખરીદશે તેનું નામ MX પ્લેયર ( MX Player ) છે. MX પ્લેયર એ ટાઇમ્સ ઇન્ટરનેટ કંપનીની માલિકીનું OTT પ્લેટફોર્મ છે. 

મિડીયા રિપોર્ટ અનુસાર, ટાઈમ્સ ઈન્ટરનેટ અને એમેઝોન પ્રાઇમે ( Amazon Prime ) એક વર્ષ પહેલા આ અંગે ચર્ચા કરી હતી. જો કે, આ ડીલ અંગેની ચર્ચાઓ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. કારણ કે બંને કંપનીઓ વચ્ચે કોઈ પરસ્પર સમજૂતી થઈ શકી ન હતી. એક વર્ષ પહેલા ટાઈમ્સ ઈન્ટરનેટે MX પ્લેયર માટે 830 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં, એમેઝોન ( Amazon  ) રૂ. 500 કરોડની ડીલ કરવા તૈયાર થયું હતું.

 OTT App Buyout : દેવામાં ડૂબેલ MX Playerની સ્થિતિ ખરાબ…

દરમિયાન, છેલ્લા એક વર્ષમાં એમએક્સ પ્લેયરની હાલત નોંધપાત્ર રીતે બગડી છે. દેવાના બોજમાં વધારો થવાને કારણે MX પ્લેયરનું મૂલ્ય એક વર્ષ અગાઉની સરખામણીમાં હવે વધુ ઘટી ગયું છે. મિડીયા અહેવાલો અનુસાર, એમએક્સ પ્લેયર હાલ રૂ. 2,500 કરોડના દેવાના બોજ હેઠળ છે. એક રિપોર્ટ અનુસાર બંને કંપનીઓ વચ્ચે હવે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. જો કે, એમેઝોને સ્પષ્ટ કર્યું છે કે તે એમએક્સ પ્લેયરની લોન પોતાના માથે લેશે નહીં. તેથી ટાઈમ્સ ઈન્ટરનેટ જ એમએક્સ પ્લેયર પર લીધેલી લોનની ચુકવણી કરશે. આ ડીલ પછી, એમએક્સ પ્લેયરનું વરિષ્ઠ મેનેજમેન્ટ પણ એમેઝોન સાથે જોડાઈ રહ્યું હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો: Surat: સુરત જિલ્લાના બારડોલી નગર ખાતે દર સોમવારે અને ગુરૂવારે સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે

એક રિપોર્ટ અનુસાર, ટાઈમ્સ ઈન્ટરનેટે તાજેતરમાં તેની કેટલીક એપ્સ વેચી છે. ગયા વર્ષે, Times Internet એ MX Takatak, Dineout, MensXP, Adiva અને Hype જેવી એપ વેચી હતી. જેમાં હવે Amazonએ આ ડીલ 100 મિલિયન ડોલરથી વધુમાં કરી હોવાનો હાલ અંદાજ છે.

ટાઈમ્સ ઈન્ટરનેટે આ એપને વર્ષ 2018માં 1000 કરોડ રૂપિયામાં ખરીદી હતી. અને તે બાદ ટાઈમ્સ ઈન્ટરનેટે આ એપને જાહેરાત-સમર્થિત સ્ટ્રીમિંગ સેવા એટલે કે એક OTT પ્લેટફોર્મ તરીકેને ફરીથી લોંચ કર્યું હતું. જો કે, કંપની તરફથી એમએક્સ પ્લેયર 300 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ હોવાનો હાલ દાવો કરવામાં આવી રહ્યો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More