News Continuous Bureau | Mumbai
Mumbai Goa Highway : મુંબઈ ગોવા હાઈવે પર સંગમેશ્વરના ધામણી ખાતે હાલ હાઈવે પર ટ્રાફિક જામ થવાની શક્યતા છે. તો સંરક્ષણ દિવાલનું કામ હજી બાકી હોવાથી વરસાદના ( rain ) કારણે રસ્તાની માટી ફરી પાણી સાથે વહી જવાની શક્યતા છે. જેથી રસ્તામાં પાણી ફરાઈ જવાની હાલ ભીતી વધી રહી છે . જેના કારણે ધામણીમાં રેલ્વે બ્રિજ પાસે હાઈવે પર ટ્રાફિક હવે વધુ જોખમી બન્યો ગયો હતો. જો વહીવટીતંત્ર સમયસર આ તરફ ધ્યાન નહીં આપે તો મુંબઈ-ગોવા હાઈવે બંધ થઈ જવાની શક્યતા છે.
મુંબઈ – ગોવા હાઈવે પર અહીં હાલ કામ બંધ થઈ ગયું છે. તેથી હવે વરસાદમાં અહીં રોડ પર ફરી પાણી ભરાઈ જશે તેમજ વાહનવ્યવહાર ( Transportation ) બંધ થઈ જશે તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.
Mumbai Goa Highway : કોંકણમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે…
કોંકણમાં છેલ્લા બે-ત્રણ દિવ ધામણી, સંગમેશ્વર ( Sangameshwar ) ખાતે રેલવે બ્રિજ ( Railway Bridge ) પાસે સુરક્ષા દિવાલનું ચાલી રહેલ રોડનું કામ હાલમાં બંધ થઈ ગયું હતું. ડીઝલની અછતને કારણેસથી ભારે વરસાદ ( Heavy Rain ) પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રથમ વરસાદમાં જ મુંબઈ ગોવા હાઈવે પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી. જેમાં રત્નાગીરી સિંધુદુર્ગ રોડ પર સંગમેશ્વર પાસે સુરક્ષા દિવાલનું અર્ધું કામ છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી હવે તાજેતરના વરસાદને કારણે હાઈવે પર તેની અસર જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Indian Railway: ભારતીય રેલવેએ માર્ચ ક્વાર્ટરમાં રુ. 284 કરોડનો ચોખ્ખો નફો કર્યો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત..
જો હવે આવી જ સ્થિતિ રહેશે તો આ હાઈવે પર વાહનવ્યવહાર બંધ થવાની સંભાવના વધુ છે. તેમજ જો આ રસ્તો વરસાદના સમયે બંધ થઈ જશે, તો આ રસ્તા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નથી. તેમજ હાઈવે ઓથોરિટીના મુજબ ડીઝલની અછતને કારણે આ કામ અટક્યું હોવાનું હાલ અનુમાન છે. જેમાં આ હાઇવે છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. આગામી ચાર દિવસમાં હવે કોંકણમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેથી સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની ભરતી પાણી સાથે ખસી રહી છે. તેથી ચોમાસાની શરૂઆતમાં મુંબઈ ગોવા હાઈવે બંધ થઈ જાય તેવી હાલ શક્યતા વધુ છે.
મહાડ શહેર નજીક નદગાંવના હાઇવે વિસ્તારમાં હાલ ભૂસ્ખલન થયું હતું. સતત વરસાદ અને માટીના ધોવાણના કારણે આ વિસ્તારમાં એક જગ્યાએ હાઈવે પર તિરાડ પડી ગઈ હતી. જેમાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ પણ થઈ ગયો હતો. જોકે, ટ્રાફિક પોલીસની તકેદારીના કારણે આ તિરાડનું સમારકામ કરીને વાહનવ્યવહાર પુન: શરૂ થયો હતો. હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું, જે હવે મુંબઈ સુધી પહોચી ગયું છે.