News Continuous Bureau | Mumbai
GST Council Meeting: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ હવે મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ જ ક્રમમાં વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન પ્રથમ GST કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી છે. GST કાઉન્સિલની બેઠક 22 જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે. GST કાઉન્સિલ સચિવાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આની જાહેરાત કરી છે. બજેટ પહેલા કાઉન્સિલમાં GST સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય વ્યાપારીઓ માટે અનુપાલન સરળ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યાઓ દૂર કરવા પર નિર્ણય શક્ય છે.
GST Council Meeting: જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો
મહત્વનું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આ 53મી બેઠક હશે જે નવી દિલ્હીમાં યોજાશે. નવા નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ બે મહિનામાં એપ્રિલ અને મે મહિનામાં જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એપ્રિલ મહિનામાં GST કલેક્શન પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું હતું.
આ સમાચાર પણ વાંચો: Gold silver price today: સોના-ચાંદીના ભાવ રિવર્સ ગિયરમાં, આજે ફરી ભાવમાં આવ્યો ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ..
GST Council Meeting: GST ચૂંટણીનો મુદ્દો બની ગયો
GST કાઉન્સિલની આ બેઠક ઘણી મહત્વની બની રહી છે. કારણ કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે. સરકાર સાથી પક્ષોના ટેકાથી ચાલી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષે વર્તમાન GST સિસ્ટમને લઈને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં GST 2.0 લાવવાનું વચન આપ્યું હતું. ચૂંટણીમાં હાર બાદ મોદી સરકાર પર પણ જીએસટીના દરોને સરળ બનાવીને ટેક્સનો બોજ ઘટાડવાનું દબાણ છે.
તો બીજી તરફ કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય બજેટ જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મતલબ કે સામાન્ય બજેટ 21 જુલાઈ સુધીમાં રજૂ કરવામાં આવશે. આ સામાન્ય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણને ફરી એકવાર નાણા મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે.