News Continuous Bureau | Mumbai
Vadhavan Port: દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની ( Central Cabinet ) બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં દહાણુ નજીક વાઘવન ખાતે મુખ્ય બંદરના વિકાસને હવે સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 76,200 કરોડ રૂપિયા છે. પોર્ટ પર કન્ટેનરની ક્ષમતા 20 મિલિયન TEU હશે. આ બંદરની આસપાસના વિસ્તારમાં લગભગ 12 લાખ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી કરવામાં આવશે.
આ બંદર દેશના સૌથી મોટા બંદર પ્રોજેક્ટ્સમાંનું ( Port development ) એક હશે અને આગામી ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કોરિડોર ( IMEC ) અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) માટે ગેટવે પોર્ટ તરીકે સેવા આપે તેવી અપેક્ષા છે. તેને ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ ( All-weather greenfield deep draft major port ) તરીકે પણ વિકસાવવામાં આવશે.
#WATCH | Delhi: On Union Cabinet decision to develop an all-weather Greenfield deep-draft Major Port at Vadhavan in Maharashtra, Information & Broadcasting Minister Ashwini Vaishnaw says, “… It will be an integral part of the IMEC (India-Middle East-Europe Corridor)… It will… pic.twitter.com/yfEKpYu6zO
— ANI (@ANI) June 19, 2024
Vadhavan Port: આ બંદરની આસપાસ ઉત્તમ રેલ્વે અને એરપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે…
મહારાષ્ટ્રમાં ( Maharashtra ) વાધવન ખાતે એક મુખ્ય બંદર વિકસાવવા અંગેના કેબિનેટના નિર્ણયથી દેશના આર્થિક પ્રગતિને હવે વેગ મળશે અને મોટા પાયે રોજગારીની તકો પણ ઉભી થશે, એમ પીએમએ X પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું.
આ બંદરની આસપાસ ઉત્તમ રેલ્વે અને એરપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશના હાલ એક બહુ મોટા પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે. ત્યાં 9 કન્ટેનર ટર્મિનલ હશે, દરેક 1000 મીટર લાંબા અને ચાર બહુહેતુક બર્થ હશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ બંદરનો પ્રથમ તબક્કો 2030 સુધીમાં અને બીજો 2040 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. આ બંદર વિશ્વના ટોચના દસ બંદરોમાં સામેલ થશે. તે મુંબઈથી લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું છે.
Today’s Cabinet decision on developing a major port at Vadhavan in Maharashtra will boost economic progress and also create employment opportunities at a large scale. https://t.co/njmsVAL0z6
— Narendra Modi (@narendramodi) June 19, 2024
આ સમાચાર પણ વાંચો : Mission Raftaar: મુંબઈમાં સ્વતંત્રતા દિવસથી શરુ થશે મિશન રફ્તાર; મુંબઈ-અમદાવાદ વંદે ભારત 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે…
Vadhavan Port: આ બંદર ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે….
સરકારે કહ્યું છે કે આ બંદરના નિર્માણ માટે દરેક હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોર્ટની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તેને સ્થાનિક લોકોના લાભ અનુસાર તૈયાર કરવામાં આવશે. એક મહત્વની વાત એ છે કે આ બંદર ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ બંદર પર કોસ્ટ ગાર્ડની અલગ બર્થ પણ હશે. આ સિવાય ફ્યુઅલ બર્થ પણ હશે.
અહેવાલો અનુસાર, આ બંદર જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહ્યું છે. જેમાં જેએનપીએનો હિસ્સો 74 ટકા હશે. જ્યારે એમએમબીનો હિસ્સો 26 ટકા હશે.