News Continuous Bureau | Mumbai
Viral Video: સોશિયલ મીડિયાના જમાનામાં મોટા ભાગના લોકો રીલ બનાવવાનો ક્રેઝ છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને રીલ બનાવવી ગમે છે. ઘણીવાર લોકો રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. લોકો રીલ બનાવવાના એટલા ક્રેઝી છે કે તેઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આવો જ એક વિડિયો સામે આવ્યો છે જેમાં પોતાની શક્તિને ચકાસવા અને રીલ બનાવવા માટે કેટલાક યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકીને નિર્જન બિલ્ડીંગ પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.
Viral Video: જુઓ વિડીયો
Punekars doing life threatening stunt just to create reel. God knows what is going wrong with the teen crowd of Pune.
India is definitely not for beginners
pic.twitter.com/5VEJg9XR1D— Radhika Bajaj (@radhika_bajaj) June 20, 2024
Viral Video: જીવલેણ સ્ટંટ
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક છોકરાએ એક યુવતીનો હાથ પકડીને રાખ્યો છે. અને અન્ય એક વ્યક્તિ અલગ-અલગ એંગલથી વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં યુવતી કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે જ્યારે તે જીવલેણ સ્ટંટ કરી રહી છે. જે વ્યસ્ત રોડની બાજુમાં આવેલી બિલ્ડીંગની છત પરથી નોંધવામાં આવી છે. દંપતીના નજીકના બે મિત્રોએ રીલ શૂટ કરી હતી, જેનાથી છોકરીનો જીવ જોખમમાં આવી શકે છે.
Viral Video: લોકોને ફેમસ થવાની આ રીત પસંદ આવી નહીં
મીડિયા રિપોર્ટ મુજબ, આ વિડિયો ક્લિપ પુણેના જામભૂલવાડીમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક ખાલી બિલ્ડિંગમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે લોકોને ફેમસ થવાની આ રીત પસંદ આવી નથી. ઘણા યુઝર્સે આ યુવાનોની ટીકા કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)