Anushka shetty: આ દુર્લભ બીમારી થી પીડિત છે બાહુબલી ની દેવસેના, અનુષ્કા શેટ્ટી ના રોગ વિશે જાણી તમને પણ લાગશે નવાઈ

Anushka shetty: અનુષ્કા શેટ્ટી સાઉથ ની સફળ અભિનેત્રી માની એક છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કા શેટ્ટી એ તેની દુર્લભ બીમારી વિશે ખુલાસો કર્યો હતો.

by Zalak Parikh
anushka shetty bahubali devasena suffering from rare laughing disease

News Continuous Bureau | Mumbai 

Anushka shetty: અનુષ્કા શેટ્ટી સાઉથ ની સફળ અભિનેત્રી માની એક છે. પ્રભાસ ની ફિલ્મ બાહુબલી માં દેવસેના નું પાત્ર ભજવી અનુષ્કા રાતોરાત લોકપ્રિય થઇ હતી.અનુષ્કા શેટ્ટી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની દુર્લભ બીમારી વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રી ના આ રોગ વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. 

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: શત્રુઘ્ન સિન્હા નો ખુલાસો, 23 જૂને નહીં થાય સોનાક્ષી અને ઝહીર લગ્ન, રિસેપ્શન પાર્ટી ની ડેટ કરી જાહેર

અનુષ્કા શેટ્ટી ની બીમારી 

અનુષ્કા શેટ્ટી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપતા તેની દુર્લભ બીમારી વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, ‘મને હસવાની બીમારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હસવું પણ એક રોગ હોઈ શકે છે. પરંતુ મારા કિસ્સામાં તે આવું છે. એકવાર હું હસવાનું શરૂ કરી દઉં તો મારા માટે 15-20 મિનિટ હસવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે. કોમેડી સીન જોતી વખતે કે શૂટ કરતી વખતે હું હસતી હસતી ફ્લોર પર પટકાઈ જાઉં છું. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આ કારણે શૂટિંગ રોકવું પડ્યું છે.’અનુષ્કાએ એમ પણ કહ્યું કે તેનું અનિયંત્રિત હાસ્ય શારીરિક અને ભાવનાત્મક રીતે થકવી નાખે છે.


અનુષ્કા શેટ્ટી મુજબ તેને PBA નામની બીમારી છે. આ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કાં તો બેકાબૂ બનીને હસવા લાગે છે અથવા તો રડવા લાગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More