News Continuous Bureau | Mumbai
Tamayo perry passed away: ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ અભિનેતા,લાઇફગાર્ડ અને સર્ફિંગ ઇન્સ્ટ્રકટર તામાયો પેરીનું હવાઈમાં નિધન થયું છે. અભિનેતાએ 49 વર્ષની વયે દુનિયા ને અલવિદા કીધું છે. રિપોર્ટ મુજબ અભિનેતા પર ગોટ ટાપુ નજીક જીવલેણ શાર્ક હુમલો થયો હતો, જેના પગલે તે મૃત્યુ પામ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Sara ali khan: સારા અલી ખાન અને દિલીપ કુમાર વચ્ચે છે ખાસ કનેક્શન, દિગ્ગ્જ અભિનેતા સાથે નો સંબંધ જાણી ચોંકી ગઈ અભિનેત્રી
તમાયો પેરી પર શાર્ક એ કર્યો હુમલો
મીડિયા રિપોર્ટ મુજબ તમાયો પર શાર્કના હુમલા બાદ હોનોલુલુ ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાપુ પર હાજર લોકો એ જણાવ્યું કે, સલામતી હોવા છતાં, તેના પર શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તામાયો પેરીને જેટ સ્કી દ્વારાહોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રિપોર્ટ અનુસાર, તમાયોનું મૃત્યુ બીચ પર થયું હતું. રિપોર્ટ મુજબ તમાયોએ લાઇફગાર્ડ ડ્યુટીમાંથી થોડો સમય બ્રેક લીધો હતો અને સર્ફિંગ કરવા ગયો હતો.
According to foreign media reports, #TamayoPerry , who starred in the”Pirates of the Caribbean: On Stranger Tides,” recently passed away at the age of 49 in Oahu, #Hawaii after a #shark #attack while surfing. It was reported that he had lost one arm and one leg during the attack pic.twitter.com/AkSytsPQzB
— Panda Inspiration (@inspiration_eye) June 25, 2024
મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમાયો પર શાર્ક ના કરડવાના ઘણા નિશાન હતા તેમજ તેના શરીર થી એક હાથ અને એક પગ પણ અલગ થઈ ગયો હતો.ઓશન સેફ્ટી દ્વારા બીચને સત્તાવાર રીતે સીલ કરી દેવામાં આવ્યો છે અને લોકોને ત્યાંથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)