Banganga Tank: મુંબઈના ઐતિહાસિક તળાવ બાણગંગા ને નુકસાન, પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એક્શનમાં; આપ્યા આ નિર્દેશ..

Damage to Mumbai's historic Lake Banganga, Guardian Minister Mangal Prabhat Lodha in action; Given this direction..

News Continuous Bureau | Mumbai

Banganga Tank: ઠેકેદારની બેદરકારીના કારણે મુંબઈના વાલકેશ્વર સ્થિત ઐતિહાસિક બાણગંગા તળાવના ( Banganga Lake ) પગથિયાને નુકસાન થવાની ઘટના ધ્યાનમાં આવતા જ રાજ્યનાં કેબિનેટ મંત્રી તથા સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ બાણગંગા તળાવની મુલાકાત લઇને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવાની સુચના આપી હતી આ સાથે જ સંબંધિત અધિકારીઓને પણ આગામી ૭૨ કલાકમાં આ સ્થળનું સમારકામ કરવા જણાવ્યું હતું. 

 ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા બાણગંગા તળાવના પરિસરનું હાલમાં નવીનીકરણ, શુશોભન  અને સફાઈ કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે પગથિયાં પર બુલડોઝર ચલાવતા આ સ્થળને નુકસાન થયું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) અને મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) અને પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

ઘટના સ્થળેથી જ મંત્રી લોઢાએ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરનો ફોન પર સંપર્ક કર્યો હતો અને તેમને આ કામ માટે નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર દાખલ કરવા જણાવ્યું હતું અને તેમને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ પણ આપ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) અધિકારીઓ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને વહેલી તકે સમારકામ ( Banganga  Repairing ) હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે, અને કામ આગામી ૭૨ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. આવી ઘટના ફરી ન બને તે માટે સ્થાનિક સમિતિની પણ રચના કરવામાં આવશે. આ સમિતિ આગળની કામગીરી પર નજર રાખશે. સમગ્ર ઘટનાની તપાસ માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવશે અને આ કમિટી આગામી ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપશે.

આ સમાચાર પણ વાંચો :  Afghanistan: આખી રાત સુધી કોઈ ઊંઘ્યુ નથી, અફઘાનિસ્તાનના ખેલાડીઓએ આખી રાત કરી સેમીફાઈનલમાં પહોંચવાની ઉજવણી.. જુઓ વીડિયો..

આ પ્રસંગે મંત્રી લોઢાઐ ખાતરી આપી હતી કે તેઓ મુંબઈના ઐતિહાસિક વારસાને જાળવવા અને તેને લોકપ્રિય કરવા માટે હંમેશા તત્પર છે.  અહીં વહેલી તકે સમારકામ કરી ને આ જગ્યા જેવી હતી તેવી કરી આપવામાં આવશૈ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.