News Continuous Bureau | Mumbai
Hathras Stampede : ઉત્તર પ્રદેશના ભોલે બાબાના સત્સંગ દરમિયાન મોટી દુર્ઘટના થઈ. સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં 107 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ છે. સંસદ સત્ર દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
Hathras Stampede : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યા નિદેશ
દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હાથરસમાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Lok Sabha Speech: લોકસભામાં બોલ્યા PM મોદી, વિપક્ષ પર સાધ્યું નિશાન, તમામ આરોપના આપી દીધા જવાબ
આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ADG આગ્રા ઝોન અને કમિશનર અલીગઢને ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે.
Hathras Stampede : ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા
મીડિયા રિપોર્ટ મુજબ હાથરસના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો ઉપદેશનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ધાર્યા કરતા વધુ ભીડ ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ 1.25 લાખ લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર આવવા લાગ્યા.