Neetu kapoor birthday: સુપરસ્ટાર બની બોલિવૂડમાં છવાઈ એક વેશ્યા ની દીકરી, જાણો નીતુ કપૂર ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

Neetu kapoor birthday: નીતુ કપૂર આજે તેનો 66 મોં જન્મદિવસ ઉજવી રહી છે. નીતુ કપૂર 80 ના દાયકાની સુપરસ્ટાર અભિનેત્રી હતી તો ચાલો જાણીયે નીતુ કપૂર ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.

by Zalak Parikh
Neetu kapoor birthday special know unknown fact of the actress

News Continuous Bureau | Mumbai

Neetu kapoor birthday: નીતુ કપૂર આજે તેનો 66 મોં જન્મદિવસ ઉજવી રહી છે.નીતુ કપૂર 80 ના દાયકાની સુપરસ્ટાર  અભિનેત્રી હતી. નીતુ કપૂરે બાળપણ થી જ અભિનય ની શરૂઆત કરી દીધી હતી. નીતુ કપૂરે લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું પરંતુ આ સફળતા મેળવવી તેના માટે સરળ ન હતી. નીતુ કપૂર ને અહીં સુધી પહોંચવાની તેની સફરમાં તેની માતાની મોટી ભૂમિકા હતી. બહુ ઓછા લોકો જાણે છે કે, નીતુ કપૂરની માતાએ પોતાની દીકરીને વેશ્યાલયમાંથી ભાગીને સુપરસ્ટાર બનાવી.તો ચાલો જાણીયે નીતુ કપૂર ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો. 

આ સમાચાર પણ વાંચો: Mirzapur 3: મિર્ઝાપુર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, રિલીઝ થયાના થોડા જ કલાકોમાં આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ પંકજ ત્રિપાઠી ની સિરીઝ

નીતુ કપૂર ની નાની ને તેના પરિવાર વાળા એ વેચી હતી.  

નીતુ કપૂરની નાની ને તેના સંબંધીઓએ વેશ્યાવૃત્તિમાં વેચી દીધી હતી. હરજીત સિંહ પંજાબી પરિવારની દીકરી હતી. હરજીત જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ સંબંધીઓએ 10 વર્ષીય હરજીતની મારપીટ કરી અને પછી તેને દિલ્હી લઈ જઈને વેચી દીધી. 18 વર્ષની ઉંમરે હરજીત સિંહ આ જીવનમાંથી ભાગી ગઈ હતી.. આ વખતે તેણીને તેની કારમાં એક ડ્રાઇવર દ્વારા મદદ કરવામાં આવી જે અન્ય કોઈ નહીં પણ લખનૌના પ્રખ્યાત નવાબ અમીનુલ્લા શેખ હતા. તે પહેલેથી જ પરિણીત હતો અને તેણે તેણીને આશ્રય આપ્યો હતો. નવાબ શેખચાનું 4 વર્ષ પછી અવસાન થયું. તે પછી, તેની પત્ની અને સાસુ હરજીત ને પોતાને ઘરની બહાર ફેંકી દીધી આ પછી, હરજીત ફરીથી વેશ્યાલયના રૂમમાં પાછી ફરી. વાસ્તવમાં, લખનૌના એક અમીર વ્યક્તિ જમાલ ખાને તેને વેશ્યાલયમાં વેચી દીધી અને ફરીથી તે જ કામ કરવા માટે મજબૂર કરવામાં આવી જેમાંથી તે ભાગી ગઈ હતી. વેશ્યાલયના દલાલ ફતેહ સિંહે હરજીત સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી હતી. પરંતુ હરજીતને વેશ્યાલયની શરતો મુજબ વેચવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પોતાની પુત્રીનું નામ રાજી સિંહ રાખ્યું.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)


રાજી સિંહ બીજું કોઈ નહીં પણ નીતુ સિંહની માતા હતી. રાજી જ્યારે મોટી થઈ ત્યારે તેની સાથે પણ એવું જ થયું જે તેની માતા સાથે થયું હતું. તે 14 વર્ષની ઉંમરથી આ વ્યવસાયમાં ધકેલાઈ ગઈ હતી. રાજી ખૂબ મહત્વાકાંક્ષી હતી અને આગળ વધવા માંગતી હતી.. તેનું સ્વપ્ન અભિનેત્રી બનવાનું હતું. રાજી પોતાનું સપનું પૂરું કરવા માટે 22 વર્ષની ઉંમરે વેશ્યાલય થી દિલ્હી ભાગી ગઈ હતી.અહીં તેણીએ એક મિલમાં કામ કરવાનું શરૂ કર્યું. મિલમાં જ તે દર્શન સિંહ નામના છોકરાને મળી. બંનેના લગ્ન થયા અને લગ્નના એક વર્ષ બાદ તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો. દીકરીનું નામ હરનીત સિંહ રાખ્યું. આ છોકરી પછીથી ફેમસ એક્ટ્રેસ નીતુ સિંહ તરીકે ફેમસ થઈ ગઈ. જ્યારે હરનીત 5 વર્ષની થઈ ત્યારે તેના માતા-પિતા તેની સાથે દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. અહીં, હરનીતને એક સારી શાળામાં પ્રવેશ અપાવીને, રાજી સિંહે ફરીથી હિરોઈન બનવાનું પોતાનું સપનું પૂરું કરવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ દરેક વખતે તે નિરાશ થઈ. પછી તેને સમજાયું કે હવે તેનો હિરોઈન બનવાનો સમય પસાર થઈ ગયો છે અને પછી તેણે પોતાના માટે નહીં પણ દીકરી માટે કામ શોધવાનું શરૂ કર્યું. તેમના પ્રયત્નો ફળ્યા અને હરનીત કૌરને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ સૂરજ માટે બાળ કલાકાર તરીકે પસંદ કરવામાં આવી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More