News Continuous Bureau | Mumbai
RBI Data: ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે RBIએ સોમવારે કહ્યું કે, દેશમાં નાંણાકીય વર્ષ 2023-24માં ( financial year 2023-24 ) 4.67 કરોડ નોકરીઓ વધી હતી. આ ખાનગી સર્વેક્ષણો દ્વારા ઓફર કરાયેલા આંકડા કરતાં આ ઘણું વધારે છે. ખાનગી સર્વેક્ષણ ડેટા ભારતમાં ઉચ્ચ બેરોજગારી દર તરફ ઈશારો કરે છે. 2023-24માં રોજગાર વૃદ્ધિ દર 6% હતો. જ્યારે 2022-23માં તે 3.2% હતો. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સરકાર માટે નોકરીઓ એક સંવેદનશીલ વિષય બની રહ્યો છે.
RBI ડેટા દર્શાવે છે કે ભારતમાં 2023-24માં કુલ 64.3 કરોડ નોકરીઓ હતી. જ્યારે નાણાકીય વર્ષ 23માં આ આંકડો 59.67 કરોડ બન્યો હતો. કેન્દ્રીય બેંક દેશની ઉત્પાદકતા અને રોજગાર સ્તરનો અંદાજ કાઢવા માટે સરકારના રાષ્ટ્રીય ખાતાઓ અને શ્રમ મંત્રાલયના ડેટાનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ નિયમિતપણે સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે માત્ર ઐતિહાસિક એટલે કે જૂનો ડેટા દર્શાવવામાં આવે છે.
RBI Data: સિટી બેંકનો રિપોર્ટનો યુનિયન લેબર ડિપાર્ટમેન્ટે વિરોધ કર્યો…
જો કે, સોમવારે કેન્દ્રીય બેંકે કહ્યું કે તે ઉપલબ્ધ માહિતીના આધારે નાણાકીય વર્ષ 2023-24 માટે એકંદર અર્થતંત્ર ( Indian Economy ) માટે ઉત્પાદકતાનો કામચલાઉ અંદાજ બનાવવાનો પ્રથમ વખત પ્રયાસ કરી રહી છે. મતલબ કે આ આંકડાઓ વધુ બદલાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Kharif crop: ખરીફ પાકની વાવણી 378 લાખ હેક્ટર વિસ્તારને પાર
ગયા અઠવાડિયે, જાહેર થયા ડેટામાં સિટીબેંકના અહેવાલમાં જણાવાયું હતું કે 7%ની નજીકની વૃદ્ધિથી ભારતમાં માત્ર 80-90 લાખ નોકરીઓ જ સર્જાશે, જે જરૂરી 1.1-1.2 કરોડ કરતાં ઘણી ઓછી છે. એક અલગ નિવેદનમાં, યુનિયન લેબર ડિપાર્ટમેન્ટે Citi રિપોર્ટનો વિરોધ કરતા કહ્યું કે વિભાગના અંદાજો દર્શાવે છે કે 2017-18 અને 2021-22 વચ્ચે દર વર્ષે સરેરાશ 2 કરોડથી વધુ નોકરીની તકો ઊભી થઈ હતી. જેમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી, દેશમાં બેરોજગારી ( unemployment rate ) પર નજર રાખતી અન્ય એક ખાનગી થિંક ટેન્કે ભારતમાં બેરોજગારીનો દર નાણાકીય વર્ષ 2023-24માં વધીને 8% થવાનો અંદાજ મૂક્યો હતો જે અગાઉના બે વર્ષમાં 7.5% અને 7.7% હતો.