News Continuous Bureau | Mumbai
Worli hit and run case: મુંબઈના વરલીમાં હિટ એન્ડ રન કેસમાં ત્રીજા દિવસે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી મિહિર શાહની મહારાષ્ટ્રના વિરારથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે BMW હિટ એન્ડ રન કેસમાં 24 વર્ષીય મિહિર શાહ રવિવારથી ફરાર હતો. આ અકસ્માતમાં 45 વર્ષની મહિલાનું મોત થયું હતું. ત્યારથી પોલીસ ફરાર મિહિરને પકડવામાં વ્યસ્ત હતી.
Worli hit and run case: શું છે સમગ્ર મામલો?
રવિવારે સવારે થયેલા અકસ્માત બાદથી મિહિર ફરાર હતો અને પોલીસ તેને શોધવામાં વ્યસ્ત હતી. મિહિર દેશ છોડીને ના જાય તે માટે પોલીસે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી હતી. સૂત્રોનું માનીએ તો મિહિરની માતા અને બે બહેનો પણ ઘરે હાજર નહોતા અને તેમના ઘરને તાળું મારેલું હતું.
Worli hit and run case: આબકારી વિભાગ પણ એક્શનમાં
વર્લી હિટ એન્ડ રન કેસમાં એક્સાઈઝ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. જુહુના વાઈસ ગ્લોબલ તાપસ બારને એક્સાઈઝ વિભાગે સીલ કરી દીધો છે. એક્સાઈઝ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આબકારી વિભાગના નિયમોના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યા બાદ બારને સીલ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્લી અકસ્માતના પ્રથમ આરોપી મિહિર શાહે તેના ચાર મિત્રો સાથે જુહુના વાઇસ ગોલબલ તાપસ બારમાં પાર્ટી કરી હતી.
આ સમાચાર પણ વાંચો :  વર્લી હિટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો; મહિલાને 1.5 કિલો મીટર સુધી ઘસેડી, પછી સીટ બદલી અને મહિલાને કચડી…જાણો વિગતે..
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જે કારમાં અકસ્માત થયો તેમાં શિવસેનાના નેતાનો પુત્ર બેઠો હતો. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે જ્યારે તેના પતિની હાલત નાજુક છે. આ ઘટના બાદ બંને કારના બોનેટ પર પડ્યા હતા, ત્યારબાદ પતિએ પોતાની જાતને કારના બોનેટથી અલગ કરી લીધી હતી પરંતુ મહિલા તેમ કરી શકી નહીં અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ પછી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી.
 
			         
			         
                                                        