Today’s Horoscope : આજે ૧૪ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 17 August 2024, know today's horoscope and Almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :  

આજનો દિવસ

૧૪ જુલાઈ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – અષાઢ સુદ આઠમ

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી, ભિષ્માષ્ટમી, જૈન નેમીનાથ મોક્ષ, રવિયોગ ૨૨:૦૬થી, ધનશ્યામજી ઉત્સવ-પોરબંદર, સ્વામી.મંદિર પાટો.-ટોરેન્ટો(કેનેડા)

“સુર્યોદય” – ૬.૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૪૦ થી ૧૯.૧૮

“ચંદ્ર” – કન્યા, તુલા (૮.૪૨)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૪૨ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૨૨.૦૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૮.૪૨)

સવારે ૮.૪૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 

ચલઃ ૭.૪૯ – ૯.૨૭

લાભઃ ૯.૨૭ – ૧૧.૦૬

અમૃતઃ ૧૧.૦૬ – ૧૨.૪૪

શુભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧

 રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૮ – ૨૦.૪૦

અમૃતઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

ચલઃ ૨૨.૦૧ – ૨૩.૨૩

લાભઃ ૨૬.૦૬ – ૨૭.૨૮

શુભઃ ૨૮.૪૯ – ૩૦.૧૧

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

( Zodiac ) મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More