News Continuous Bureau | Mumbai
US Elections 2024: અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ( Presidential Elections ) જો બિડેન પોતાની ઉમેદવારી છોડી શકે છે. ન્યૂઝમેક્સે તેના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. રાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પદ છોડવા માટે સંમત થયા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ( Kamala Harris ) તેમના અનુગામી તરીકે સમર્થન આપવા હાલ તૈયાર નથી. જો કે એવા પણ અહેવાલો છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
તાજેતરની રાષ્ટ્રપતિની ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પન જો બિડેન ( Joe Biden ) ઉપર ભારી પડતા નજરે ચઢ્યા હતા . જે બાદ જો બિડેનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે જો બિડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના અહેવાલમાં કહ્યું કે તેમના નજીકના લોકો માને છે કે બિડેને આ વિચાર સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. હવે તેમને એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.
US Elections 2024: ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓને લાગે છે કે બિડેન હવે પાછળ હટી જશે….
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડેમોક્રેટિક પાર્ટીના ( Democratic Party ) વરિષ્ઠ નેતાઓને લાગે છે કે બિડેન હવે પાછળ હટી જશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે આ વખતે બિડેનની જીતની શક્યતા ઘણી ઓછી છે. વોશિંગ્ટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે બિડેન ક્યારેય પણ એવી જાહેરાત કરી શકે કે તેઓ ચૂંટણી નહીં લડે. તે જ સમયે, જો બિડેન ચૂંટણી નહીં લડે તો સૌથી મજબૂત દાવેદાર હાલ કમલા હેરિસ છે. આવી સ્થિતિમાં, તે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી પૂરી સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : Anant-Radhika Wedding: મુકેશ અંબાણીએ અનંતના લગ્નમાં ખર્ચ્યા કરોડો રુપિયા, તેમ છતાં છેલ્લા 10 દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ થયો અધધતન આટલો વધારો.. જાણો વિગતે..
તાજેતરમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેના કારણે અમેરિકન લોકોના મત ટ્મ્પ પ્રત્યે સહાનુભૂતિ છે. તેથી જ બિડેનની જીતવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.