SITEX : કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટાના હસ્તે સરસાણા ખાતે ‘સીટેક્ષ– ર૦ર૪’ એકઝીબીશનનો શુભારંભ

SITEX : SGCCI તથા સુરત ટેક્ષમેક ફેડરેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય સીટેક્ષ એક્ષ્પોમાં અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઝનું પ્રદર્શનનો પ્રારંભ. વૈશ્વિક માર્કેટમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ૪ ટકા છે અને તેને વધારવા માટે પ્રયાસ કરવો આવશ્યક. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ અગત્યનું સેકટર છે. કેન્દ્રીય મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા

by Hiral Meria
Union Minister of State for Textiles Pabitra Margherita inaugurated the SITEX 2024’ exhibition at Sarasana.

 News Continuous Bureau | Mumbai

SITEX : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી  ( SGCCI  ) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર જુલાઇ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. 

             સુરત ખાતે સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન ( SITEX Surat International Textile Expo 2024 ) સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા ( Pabitra Margherita ) ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે સીટેક્ષનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

              ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટાએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ( Textile Industry ) ડેવલપમેન્ટ માટે ચેમ્બર દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે તેનું વહેલી તકે નિવારણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રોટી, કપડા ઔર મકાન દરેક બાબતે કાપડનો ઉપયોગ થાય છે. અત્યારે વૈશ્વિક માર્કેટમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ૪ ટકા છે અને તેને વધારવા માટે પ્રયાસ કરવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ ( Textile  ) અગત્યનું સેકટર છે. ભારત સરકાર ડાયવર્સિટી, ઇનોવેશન, એડેપ્ટેબિલિટી અને સેલ્ફ સસ્ટેનેબલ ઉપર ભાર મુકી રહી છે.

               ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લીવરેજ એડવાન્સ ટેકનોલોજી, સ્ટ્રેટેજીસ ટેકનિકલ સોર્સિસ, કવોલિટી અને ડિઝાઇન મહત્વનો રોલ અદા કરે છે. અત્યારે સ્ટેબલ રિસ્પોન્સીબલ અને રિફોર્મ ડબલ એન્જીનની સરકાર છે એટલે દેશમાં રોકાણ વધી રહયું છે. સરકાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં કામ કરી રહી છે. મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહયું છે. એના માટે આખી ઇકો સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. સપ્લાય ચેઇન, પીએલઆઇ, નેશનલ ટેકનિકલ ટેક્ષ્ટાઇલ મીશનમાં સ્કીલીંગ ગેપને પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

આ સમાચાર પણ વાંચો  : Today’s Horoscope : આજે ૨૧ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

             મંત્રીશ્રીએ સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી અને આવતી વખતે આખું સંબોધન જ ગુજરાતી ભાષામાં કરીશ તેમ જણાવી ગુજરાતી ભાષા વિશ્વની સૌથી સારી ભાષાઓમાંની એક છે તેમ કહયું હતું. સુરતની ઘારી, ઊંધીયુ, લોચા ખૂબ જ પ્રખ્યાત હોવાનું જણાવી તેમણે સુરતના લોકોની આત્મીયતા કેળવવાની બાબતને વખાણી હતી. વધુમાં, તેમણે સુરત આવી ઉદ્યોગકારોને મળવાનો જે મોકો મળ્યો તે બદલ ચેમ્બરનો આભાર માન્યો હતો.  

               SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ટેક્ષ્ટાઇલ મશીનરીના આ પ્રદર્શનથી સમગ્ર કાપડ ઉદ્યોગનો વિકાસ થાય અને દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત રિજનમાંથી મહત્વનું યોગદાન આપી શકાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીટેક્ષ એકઝીબીશન એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે. આખા વિશ્વને ટેક્ષ્ટાઇલ પ્રોડકટની ઉપલબ્ધતા ભારત કરાવી શકે તે માટે ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન યોજાયું છે.

             ચેમ્બર પ્રમુખે ભારતના રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટાને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની કેટલીક મુશ્કેલીઓને નિવારવા માટે રજૂઆત કરી હતી. જેમાં મેકેનિકલ સ્ટ્રેચ યાર્ન, બાય શ્રીન્કેજ યાર્ન, હાઇ ડેનિયર પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન, લો ડેનિયર હાઇ ફિલામેન્ટ યાર્ન અને લો ડેનિયર લો ફિલામેન્ટ યાર્ન જેવા ૧૭ પ્રકારના સ્પેશ્યાલિટી યાર્ન કે જે ભારતમાં બનતા નથી અને આ યાર્ન ચાઈનાથી આયાત કરવા પડે છે એવા સ્પેશ્યાલિટી યાર્ન પર લાગેલા QCOને હટાવવામાં આવે. ભારતમાં યાર્નની ઉત્પાદકતા સામે માંગ વધારે છે, આથી આવા યાર્નની પૂર્તતા હેતુ ઉદ્યોગકારોને જરૂરી યાર્ન મળી રહે અને તેઓ આયાત કરી શકે તે માટે આવા યાર્ન પરથી પણ QCOને હટાવવામાં આવે.

                ચેમ્બર પ્રમુખે યાર્ન બેંક સ્કીમને ફરીથી શરુ કરવા માટે પણ રજૂઆત કરી હતી. તેમણે મંત્રીશ્રીને જણાવ્યું હતું કે, QCOને કારણે યાર્નના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને યાર્નની ઉપલબ્ધતામાં પણ ઘટાડો નોંધાયો છે. યાર્ન ખરીદવા નાના વીવર્સને ઘણી તકલીફ પડી રહી છે, આથી વીવર્સની મુશ્કેલીના નિવારણ માટે યાર્ન બેંક સ્કીમને ફરીથી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી હતી. તદુપરાંત ચાઇનીઝ એન્જીનિયરોને સુરત આવવા વીઝા મળવો જોઇએ તેવી વિનંતી કરી હતી.

આ સમાચાર પણ વાંચો  : Surat Tribal Students: સુરત જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વિકાસનું ‘આદર્શ’ ઉદાહરણ એટલે બારડોલીની ‘આદર્શ નિવાસી શાળા’

              સુરત ટેક્ષમેક ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી પ્રણવ મહેતાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો. ચેમ્બરના સભ્ય ડો. વિજય રાદડીયાએ સમગ્ર ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, ચેમ્બરના માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન શ્રી સુરેશ પટેલ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી શ્રી મહેન્દ્ર કુકડીયા તેમજ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને પ્રાયોજકો ઉપસ્થિત રહયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More