Surat Rain : સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ જ્યારે પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો

Surat Rain :ગુજરાતનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ વરસ્યો

by Hiral Meria
Surat Rain Umarpada taluka of Surat received the highest 11 inches of rain while Palsana taluka received 10 inches of rain.

 News Continuous Bureau | Mumbai

Surat Rain : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત ( Surat  ) જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૮ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં ૮-૮ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૭ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે. 

        રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ( State Emergency Operation Center Gandhinagar ) દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૪ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭ ટકા, ઉત્તર ગુજરાત ( Gujarat Rain ) અને  પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ ૧૦ તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકાઓમાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

           આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચિખલી, માંડવી, ચૌર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ ૧૦ તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડીયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ ૧૨ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાલીયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, ડેડીયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સુત્રાપાડા મળીને કુલ ૧૩ તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.        

આ સમાચાર પણ વાંચો  :  Surat Rainfall: સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલ વરસાદની રસપ્રદ વિગતો                                               

     અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ ૧૪ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ ૧૦ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ ૨૧ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.   

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More