News Continuous Bureau | Mumbai
Tansa Lake : મુંબઈને પાણી પૂરું પાડતા તુલસી તળાવ બાદ તાનસા તળાવ પણ બુધવારે ભરાઈ ગયું છે. ગત વર્ષે તાનસા તળાવ 26મી જુલાઇએ ભરવાનું શરૂ થયું હતું, પરંતુ આ વર્ષે તળાવ બે દિવસ વહેલું ભરાઇ ગયું છે. બુધવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેમાંથી 3315 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Tansa Lake : વિહાર તળાવનું સ્તર પણ વધી ગયું છે અને તે 93 થયું છે
Tansa Lake : સવારે લેવાયેલ તળાવની જળસપાટીની સમીક્ષા મુજબ તાનસા તળાવમાં 96 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. હવે આ તળાવમાં 1 લાખ 39 હજાર 651 મિલિયન લીટર પાણી એકઠું થયું છે. બપોરે આ પાણીનો જથ્થો 145,000 લીટર જેટલો એકઠો થયો હતો. ગયા અઠવાડિયે તુલસી તળાવ ભરાયું હતું, હવે તાનસા તળાવ ભરાતા બે તળાવો ભરાયા છે. હવે વિહાર તળાવનું સ્તર પણ વધી ગયું છે અને તે 93 થયું છે. 14 ટકા પાણીનો જથ્થો એકઠો થયો છે. જેથી આગામી દિવસોમાં વિહાર તળાવ પણ ભરવામાં આવશે. ગયા વર્ષે 26 જુલાઈ, 2023 ના રોજ, વિહાર તળાવ મધ્યરાત્રિએ ભરાયું હતું, તે જ દિવસે સવારે તાનસા તળાવ પણ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું.
Tansa Lake : 7 તળાવોમાં કુલ પાણીનો સંગ્રહ 84,139 કરોડ લિટર
Tansa Lake : મુંબઈને પાણી પૂરું પાડતા 7 ડેમની કુલ મહત્તમ જળ સંગ્રહ ક્ષમતા લગભગ 1,44,736.3 કરોડ લિટર (14,47,363 મિલિયન લિટર) છે. બુધવારે સવારે 6 વાગ્યાની ગણતરી મુજબ, તમામ 7 તળાવોમાં કુલ પાણીનો સંગ્રહ 84,139 કરોડ લિટર (8,41,396 મિલિયન લિટર) છે. મુંબઈ મહાનગરની 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટરની વાર્ષિક જરૂરિયાતની સરખામણીમાં આ સ્ટોક 58.13 ટકા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Water Level: આનંદો… મુંબઈને પાણી પૂરું પાડતા સાતમાંથી 2 જળાશયો ઓવરફ્લો ; અન્ય 5 ડેમની શું છે સ્થિતિ, જાણો તાજા આંકડા
તાનસા તળાવની કુલ ક્ષમતા: 14,494.6 કરોડ લિટર (144,946 મિલિયન લિટર)
Tansa Lake : ક્યારે ક્યારે થયું ઓવરફ્લો
- 26 જુલાઇ 2023 સવારે 4.30 કલાકે
- 14 જુલાઈ 2022 રાત્રે 8.50 વાગ્યે
- 22 જુલાઈ 2021ના રોજ સવારે 05.48 વાગ્યે
- 20 ઓગસ્ટ 2020 સાંજે 7.05 વાગ્યે